એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે દ્રૌપદી મુર્મૂ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ. તેઓ ઉમેદવારી નોંધાવા માટે સાંસદ ભવન પહોંચી ગયા છે. જેમનું બીજેપીના સાંસદોને તેમનું લ્વાગત કર્યુ. દ્રૌપદી મુર્મૂએ સંસદ ભવનમાં મહાત્મા ગાંધી, આંબેડકર અને બિરસા મુંડાની મૂર્તિઓ સામે શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપી શાસિત રાજયોના મુખ્યમંત્રી અને કેન્દ્રિય મંત્રી તેમજ સાંસદો પણ સંસદ ભવન પહોંચ્યા છે.
Delhi | NDA's Presidential candidate Droupadi Murmu files her nomination in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA ruled states, at Parliament building
- Advertisement -
(Source: DD) pic.twitter.com/Ko1kxl3meJ
— ANI (@ANI) June 24, 2022
- Advertisement -
રાષ્ટ્રપતિ ચુંટણીને લઇને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચુંટણી માટે આજથી નામાંકન ભરવાની શરૂઆત થશે. ભાજપના નેતૃત્વવાળી એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ રાષ્ટ્રપતિની ચુંટણી માટે પોતાનું નામાંકન દાખલ કરશે. આ સમે તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના બીજેપી શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. દ્રોપદી મુર્મૂના નામાંકનમાં સામેલ થવા હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વા સરમા સહિતના કેટલાય નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે પોતાના નામના એલાન કરવા માટે ગુરૂવારના દ્રોપદી મુર્મૂ દિલ્હી પહોંચી હતી. આ દરમ્યાન તેમને એરપોર્ટ પર બીજેપીના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. દિલ્હી પહોંચ્યા પછી દ્રોપદી મુર્મૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, અને બીજેપી અધ્યક્ષ જેપીનડ્ડા સહિતના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
દ્રોપદી મુર્મૂના પહેલા પ્રસ્તાવક હશે પીએમ મોદી
નામાંકન સંબંધી મળેલી જાણકારી અનુસાર, દ્રોપદી મુર્મૂના નામાંકન પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોલા પ્રસ્તાવક હશે. તેના સિવાય બીજેપી પ્રેસિડેન્ટ જેપી નડ્ડા સહિત પાર્ટીના બીજા નેતાઓ પણ પ્રસ્તાવક તરીકે હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, બીજેપી પ્રમુખ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકએ મુર્મૂની ઉમેદવારી માટે સમર્થન કર્યુ છે.
દેશના પહેલા આધિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે દ્રોપદી મુર્મૂ
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ પદના મતદાન 18 જુલાઇના થશે. 23 જુલાઇના વોટની ગણતરી થશે. વિપક્ષના યશવંત સિંહાને પણ ઉમેદવાર બનાવ્યા છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇના પૂર્ણ થશે. એનડીએની પાસે જીત માટે પૂરતા મત હોવાની ધારણા છે. એવામાં દ્રોપદી મુર્મૂ એક મજબૂત ઉમેદવાર છે. દ્રોપદી મુર્મૂ દેશના પહેલા આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બનશે. પ્રતિભા દેવી સિંહ પાટિલ દેશની પહેલા મહિલા રાષ્ટ્રપતિ હતા.