બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ દ્રૌપદી મુર્મૂના સમર્થનની જાહેરાત કરી છે. યુપીની રાજધાની લખનઉમાં બસપા પ્રમુખ માયાવતીએ એલાન કર્યું છે.
- Advertisement -
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી NDAએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે આદિવાસી કાર્ડ ખેલીને વિપક્ષી પાર્ટીઓને ચિત્ત કરી દીધી છે. ઓડિશાથી આવનારા આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂએ વિપક્ષી પાર્ટીઓને પણ ગાબડૂ પાડ્યું છે.
બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ દ્રૌપદી મુર્મૂના સમર્થનની જાહેરાત કરી છે. યુપીની રાજધાની લખનઉમાં બસપા પ્રમુખ માયાવતીએ એલાન કર્યું છે કે અમે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે.
માયાવતીએ એનડીએ કેંડિડેટના સમર્થનને લઈને ઉઠાવામાં આવતા સવાલોના જવાબ આપ્યા છે. તેમણે કહ્યું છે કે, અમે નિર્ણય કર્યો છે કે આ નિર્ણય ન તો ભાજપ અથવા એનડીએના પક્ષમાં છે, ન તો વિપક્ષીના વિરોધમાં. માયાવતીએ સ્પષ્ટ કર્યું છે કે, અમે આ નિર્ણય પોતાની પાર્ટી અને આંંદોલનને ધ્યાનમાં રાખતા લીધો છે.