એકતાનગર ખાતે આદિવાસી નૃત્યથી દ્રૌપદી મુર્મુનું સ્વાગત : સરદાર સરોવર ડેમ અને ગીરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું
ખાસ-ખબર ન્યૂઝ એકતાનગર, તા.27
- Advertisement -
ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વિશ્વભરમાં જાણીતા થઈ ગયેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદારની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરીને ભાવાંજલી આપી હતી.
ગઈકાલે ગુજરાત પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે એકતાનગર ખાતે પહોંચ્યા હતા તેમનું અહી આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય દ્વારા સ્વાગત કર્યુ હતું. રાષ્ટ્રપતિએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી આપીને બાદમાં પ્રદર્શન કક્ષની મુલાકાત લીધી હતી તથા વ્યુઈંગ ગેલેરી ખાતે પણ તેઓએ સરદાર સરોવર ડેમ તેમજ વિંધ્યાચલ-સાતપુડા ગીરીમાળાનું સૌંદર્ય નિહાળ્યું હતું. તેઓએ રાત્રીરોકાણ નર્મદા ખાતે કર્યુ હતું. રાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખીને અહી ભારે સુરક્ષા ગોઠવાઈ છે.