ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે ગુજરાતના મહેમાન બનશે. તેઓ 24 માર્ચના રોજ દ્વારકાધિશના દર્શન કરશે જેને પગલે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. પોલીસ વડાએ સુરક્ષા મામલે તૈનાત અધિકારીઓને સૂચન કર્યા હતા. રાષ્ટ્રપતિની 24 માર્ચના રોજ દ્વારકાની મુલાકાતે છે. દ્વારકાધીશના દર્શન કરવા પણ જઈ રહ્યા છે ત્યારે દ્વારકા મુલાકાતને લઈ પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારકાધીશ મંદિરે પહોચ્યા હતા. રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે તૈનાત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા. મંદીરમાં રાષ્ટ્રપતિની સુરક્ષા મામલે પોલીસ વડાએ સમીક્ષા પણ કરી હતી. દેવસ્થાન સમિતિની બેઠકમાં કલેક્ટર મુકેશ પંડ્યા અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પહેલા ગત 29 ઓક્ટોબર 2021ને શુક્રવારે ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી.
આ પ્રવાસ દરમિયાન મોરારી બાપુની મુલાકાત લીધી હતી ભાવનગર ખાતે આવાસ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાતના ત્રણ દિવસના કાર્યક્રમમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની પણ મુલાકાત કરી હતી.