ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા પંચાયતની બીજી અઢી વર્ષની ટર્મ માટે ગઈકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણીમાં પ્રમુખ તરીકે હંસાબેન પારેઘી બીનહરીફ અને ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ ટમારીયા બહુમતીથી વિજેતા બન્યા હતા. મોરબી જીલ્લા પંચાયતની બીજી અઢી વર્ષની મુદત માટે ભાજપ તરફથી નવા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન પારેઘી અને ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ ટમારીયાના નામોની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સામાપક્ષે કોંગ્રેસ તરફથી એક ઉમેદવારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી હતી જેથી આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હંસાબેન પારેઘીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ ટમારીયા બહુમતીથી ચુંટાયા હતા.