દેશમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 2 અને 3 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મુ પ્રથમ વખત ગુજરાતના મહેમાન બનવાના છે. તેમના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશમાં પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 અને 3 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
- Advertisement -
2 ઓક્ટોબરે લઈ શકે છે ગાંધી આશ્રમની મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન 2 ઓક્ટોબરે ગાંધી આશ્રમની મુલાકાત લઈ શકે છે. તો 3 ઓક્ટોબરે દ્રૌપદી મુર્મુ ગાંધીનગર નવા સિવિલ હોસ્પિટલના ખાત મુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
ચૂંટણી પહેલા આવ્યા હતા ગુજરાતની મુલાકાતે
આપને જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કરીને આવકાર્ય હતા. જે બાદ નારાયણી હાઈટ્સ હોટલમાં તેમની એનડીએ સમર્થક દળના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજાઈ હતી.
25 જુલાઈએ લીધા હતા શપથ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂર્ણ થતાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રોપતી મુર્મુની જીત થઈ હતી. તેમણે યશવંત સિન્હાને હરાવીને 25 જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા.