ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ માટે હીરાસર એરપોર્ટ પર આગમન થયું હતું
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઢળતી સાંજે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ગુજરાત રાજ્યની પોતાની ત્રિદિવસીય મુલાકાતના ભાગરૂપે રાત્રિરોકાણ માટે રાજકોટ પધાર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આવકારવા માટે એરપોર્ટ ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, મેયર નયનાબેન પેઢડીયા, સંસદસભ્યો સર્વ રામભાઇ મોકરીયા અને કેસરીદેવસિંહજી ઝાલા, શહેર પોલિસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એન.સી.સી. રાજકોટના કમાન્ડન્ટ બ્રિગેડીયર લોગનાથન તથા કલેકટર ડો.ઓમ પ્રકાશે પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું.



