ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ શહેરના મુખ્ય માર્ગ સમા એસટી રોડના વેપારીઓએ પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને શહેરમાં ચાલી રહેલા રોડ રસ્તાઓના કામ લેવલીંગ સાથે કરાવવા રજૂઆત કરી હતી.
આ તકે વેપારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતના વિકસિત શહેરોમાં વેરાવળનો પણ સામેલ હોય ત્યારે તાજેતરમાં શહેરના મુખ્ય રોડ-રસ્તા નવા બનાવવા મંજુરી મળેલી હોય અને સ્થાનિક સ્વરાજયની સંસ્થા દ્વારા તેના ટેન્ડરો તેમજ વર્કઓર્ડરરની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળેલું છે.વેરાવળમાં છેલ્લા ઘણા સમયથી મુખ્ય રોડ-રસ્તાઓ વખતોવખત બનતા હોય છે. પરંતુ તેમાં નિયમ મુજબ હયાત રોડથી ખોદીને બનાવવાને બદલે ઉપર ડામર પથરાતો હોવાથી છેલ્લા ઘણા વર્ષોમાં જૂના રોડ કરતા આશરે 3 ફુટ ઉંચા રોડ હાલ હયાત હોય જેના હિસાબે મુખ્ય બજારની દરેક દુકાનો 6 ઈંચ જેટલી નીચે થયેલ હોય અને તેમાં વરસાદી પાણી ભરાવાના હિસાબે વેપારીઓને પારવાર મુશ્કેલીઓ તેમજ નુકશાન ભોગવવાનો વારો આવે છે.જેથી આવનારા સમયમાં પાસ થયેલ રોડ-રસ્તાના ટેન્ડરોમાં નિયમ મુજબ પ્રથમ 2 ફૂટ જેટલુ ખોદાણ કરાવી ત્યાર બાદ બેલા, પથ્થરા, ડટ અને ડામરનું કોટીંગ થાય જેથી હાલના રોડની ઉચાઈથી 1 ફુટ જેટલા રોડ નીચા બને અને વેપારીઓની માલ મિલ્કતને થતા નુકશાનથી બચાવી શકાય.