રાસની રમઝટ સાથે શોભાયાત્રા નીકળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કુંકાવાવ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી પર્વ એકદમ નજીક આવી રહ્યો હોય ત્યારે કુંકાવાવ માં એક અનેરાં થનગનાટ સાથે એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન ભરવાડ સમાજ દ્વારા થઇ રહ્યું છે.જેમાં કુંકાવાવ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો થી પણ ભરવાડ સમાજ પોતાના પારંપરિક ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ભગવાન શ્રી કૃષ્ણ ને વધાવવા આતુર બની રહ્યા છે.
- Advertisement -
આ ભવ્ય શોભાયાત્રા તા,16/8/25 ને શનિવાર ના રોજ સવારે 9.00 કલાકે કુંકાવાવ ના નાજાપુર દરવાજા વિસ્તારમાં આવેલા મચ્છોઆઈ મંદિર થી વાજતે ગાજતે હુડા રાસ ની રમઝટ સાથે પ્રસ્થાન કરી નગરયાત્રા કરી ઘનશ્યામનગર વિસ્તારની ભરવાડ સમાજ વાડી (નેહડા વિસ્તાર) ખાતે આવેલા ઠાકર મંદિરે શોભાયાત્રા પુર્ણ થશે.સાથે સાથે કુંકાવાવ ભરવાડ સમાજ દ્વારા સુંદર ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવી રહેલ છે.આ તકે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ કુંકાવાવ મચ્છો યુવક મંડળ તેમજ ભરવાડ સમાજ માં જોવા મળી રહ્યો છે.