શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વીજ કાપ મૂકી PGVCL સ્ટાફ રીપેરિંગ કામ પર લાગ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ચોમાસાને હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે પીજીવીસીએલ દ્વારા વાયરો અને જૂની સ્વીચ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદના આગમન પહેલાં જગ્યાએ જગ્યાએ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ 80 ફૂટ રોડ પર જૂના વાયરો બદલવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જેના લીધે વીજળીકાપ મૂકવામાં આવ્યો હતો. દર વર્ષે ચોમાસુ બેસતાંની સાથે જ ખરાબ વાયરોના લિકેજને લીધે ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે અને રાહદારીઓને તૂટેલા વાયરોના લીધે રસ્તા પર અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ ભોગવવી પડતી હોય છે.