રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી: 101 કરોડના વિકાસકામો મંજૂર
વોર્ડ નં-9માં પાટીદાર ચોક બાજુમાં જૈન દેરાસરવાળી શેરીમાં
51.89 લાખના ખર્ચે નવી વોર્ડ ઑફિસ બનાવાશે
કોઠારીયા અને મનહરપરા, ચુનારાવાડ, આકાશદીપ સોસાયટીમાં 2.92 કરોડના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈન નખાશે
શહેરમાં AC એમ્બ્યુલન્સની જરૂરિયાત જણાતી હોવાથી ટેન્ડર પ્રસિદ્ધ કરીને 5 નંગ AC એમ્બ્યુલન્સ તથા 6 નંગ ગજ્ઞક્ષ અઈ એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં કુલ 70 દરખાસ્તો રાખવામાં આવી હતી. જેમાં 101 કરોડના વિકાસકામોને લીલીઝંડી અપાઈ છે. તેમાંથી 4 દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્તમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં શીતલ પાર્ક મેઇન રોડથી નીલકંઠ પાર્ટી પ્લોટ સુધીનો રોડ 9 મીટરમાંથી 12 મીટરનો કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે જેમાં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત રાજકોટ કલેક્ટર તંત્ર, ભાજપના સાંસદ, કમલમ કાર્યાલય સહિત સાત અસરગ્રસ્તને વૈકલ્પિક વળતર આપવા માટે દરખાસ્ત મુકવામાં આવી હતી તે વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રખાઈ છે. જેમાં પાંચ અસરગ્રસ્તે વળતરરૂપે માર્જિન પાર્કિંગ અને એફએસઆઇની માગણી કરી છે જ્યારે 3 અસરગ્રસ્તે જમીનની માગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોડ પહોળો કરવા 2020માં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવામાં આવી હતી. જ્યારે પીપીપી ધોરણે કુલ 3 સર્કલ ડેવલપ કરી તેના 5 વર્ષ માટે નિભાવ અને મરામત કરવાના કામ બાબતની દરખાસ્તને પેન્ડિંગ રખાઈ છે. ફાયર અને ઈમરજન્સી વિભાગ માટે 4 કરોડના ખર્ચે 5 વોટર બ્રાઉઝરની ખરીદી કરાશે. જેમાં મનપાનાં જર્જરિત બનેલા કુલ 1056 આવાસોનું 16.60 કરોડનાં ખર્ચે નવીનીકરણ, કોઠારીયામાં રૂપિયા 16.34 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ, કણકોટ રોડ પર 16 કરોડનાં ખર્ચમાં નવી લાયબ્રેરી બનશે.
પ્રેમમંદિર પાછળ આવાસ યોજનાના ક્વાર્ટર રીપેર કરવા 7.59 કરોડ અને પોપટપરાની આવાસ યોજનાના રીપેરીંગ માટે 9.01 કરોડ મળી 16.60 કરોડનો ખર્ચ કરવાની દરખાસ્તને મંજૂર કરાઈ છે. એસ.એમ.શેલડીયાના 7.14 ટકા ઓછા ભાવ બીજા પ્રયત્નમાં તંત્રને યોગ્ય લાગતા જીએસટી સહિત 16.34 કરોડના ખર્ચે કોઠારીયામાં કોમ્યુનિટી હોલ બનશે. વોર્ડ નં.9 રૈયામાં પાટીદાર ચોક બાજુમાં જૈન દેરાસરવાળી શેરીમાં 51.89 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવાશે. વોર્ડ નં.12-બ વાવડીની પેટા ઓફિસ બનાવવા 22.25 લાખનો ખર્ચ મંજૂર કરાયો.
વોર્ડ નં-11માં કણકોટ રોડ પર
15.98 કરોડના ખર્ચે લાઈબ્રેરી
લક્ષ્મી સોસાયટી અને નાનામવા
મેઈન રોડ પર સ્ટોર્મ વોટર પાઈપ લાઈન
વાવડીમાં 6.92 કરોડના ખર્ચે આરોગ્ય સેન્ટર તેમજ વોર્ડ ઓફીસ
ભગવતીપરા આરોગ્ય કેન્દ્રમાં 30.93 લાખના ખર્ચે નવું ફર્નિચર બનાવાશે
કોઠારીયામાં 16.34 કરોડના ખર્ચે કોમ્યુનિટી હોલ બનશે
- Advertisement -
વિકાસ કામો
કામની વિગત રકમ
આર્થિક તબીબી સહાય 5,92,784
કાર્યક્રમ ખર્ચ 96,56,616
મેનપાવર 1,70,50,742
ડી.આઈ. પાઈપલાઈન 2,92,15,070
શાળા/લાયબ્રેરી (બાંધકામ) 15,98,07,684
સ્ટોર્મ વોટર ડ્રેઈન 93,70,208
આરોગ્ય વિભાગ 7,66,17,697
વાહન ખરીદી 4,06,59,600
વોટર વર્કસ 6,36,45,982
ગાર્ડન 1,03,45,489
નવી વોર્ડ ઓફીસ / નવુ ફાયર સ્ટેશન 21,43,14,538
મશીનરી 1,94,85,000
નવા કોમ્યુનિટી હોલ / પાર્ટી પ્લોટ 16,34,45,788
બિલ્ડીંગ કામ/નવીનીકરણ 30,93,237
લાઈટીંગ / રોશની 13,24,040
ફૂટપાથ / રોડ ડીવાઇડર 47,52,382
આવાસ યોજના 16,61,13,647
સ્કુલ બેગ 3,46,800
પમ્પીંગ સ્ટેશન (જઙજ) 2,09,58,765
કુલ ખર્ચ: 1,01,07,96,069
આવક
સર્કલ ડેવલપમેન્ટ 13,56,684
સ્ક્રેપ વેચાણ 26,86,600
સ્પોર્ટસ ફેસેલીટી સંચાલન 5,40,000
કુલ આવક: 45,83,284
ગેમઝોન, ટીપરવાન વેંચીને મનપા આવક ઉભી કરશે
મવડી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને કેકેવી બ્રિજ ગેમઝોનનું સંચાલન ખાનગી કંપનીને સોંપાશે જેનાથી મનપાને 5.40 લાખની આવક થશે. જ્યારે 76 નંગ ટીપર વાહન વેચીને મનપા 26.86 લાખ અને જનભાગીદારીના ધોરણે વેસ્ટ ઝોનના બે એરીયા ડેવલપ કરી તેમાંથી 13.56 લાખની આવક ઉભી કરશે.
મચ્છર ઉત્પત્તિના દંડમાં 10 ગણો વધારો
મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવાની જવાબદારી મહાપાલિકાની બને છે. ત્યારે પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ તંત્ર પ્રજાને ખંખેરી લેવા વધુ એક ખેલ નાખવા દરખાસ્ત કરી છે. મનપા દ્વારા રહેણાક વિસ્તારમાં મચ્છરોના પોરા મળે તેવા રહેણાકમાં રૂ.50નો દંડ લેવાતો હતો જે હવે રૂ. 100 કરાયો છે અને બિન રહેણાકમાં રૂ. 100નો દંડ વધારીને સીધો 1000 કરી દેવાયો છે. તેમજ ગંદા પાણીના નિકાલમાં પણ જે દંડ લેવાય છે તેમાં તોતિંગ વધારો કરાયો છે અને દંડની રકમ અગાઉ જે રૂ.50થી 1000 સુધીની હતી જે હવે વધારીને રૂ.100થી 10000 સુધીની કરી દેવામાં આવી છે.