ક્રિશ-4 વિશે આખરે સત્તાવાર જાહેરાત થઇ છે. વર્ષો સુધી અટકી રહેલી આ સુપરહીરો ફિલ્મ પર હવે કામ શરૂ થવાનું છે અને એ 2026માં રીલીઝ થશે. ખાસ વાત એ છે કે આ વખતે હૃતિક રોશન માત્ર એકટર તરીકે નહીં, ડિરેકટર તરીકે પણ જોવા મળશે. ક્રિશ સીરીઝની સંપૂર્ણ જવાબદારી હવે હૃતિક રોશન સંભાળશે અને આ ફિલ્મથી તે ડિરેકટર તરીકે ડેબ્યુ કરવાનો છે.
રાકેશ રોશન અને આદિત્ય ચોપડા મળીને આ મેગા બજેટ ફિલ્મનું નિર્માણ કરશે. ‘ક્રિશ 3’ 2013માં રીલીઝ થઇ હતી અને લગભગ 12 વર્ષ પછી આ સુપરહીરો સિરિઝનો નવો ભાગ આવી રહ્યો છે. હવે મળતી માહિતી પ્રમાણે ‘ક્રિશ 4’માં હૃતિક સાથે પ્રીતિ ઝિન્ટા અને નોરા ફતેહી જોવા મળે એવી ચર્ચા છે.
- Advertisement -
હજી ક્રિશ 4ની કાસ્ટની સત્તાવાર રીતે કોઇ જાહેરાત નથી પણ IMDb વેબસાઇટમાં આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં નોરા ફતેહી જોવા મળશે તેમ જ પ્રીતિ ઝિન્ટા નિશાના પાત્રમાં કમબેક કરશે. અહીં આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં ટાઇમ ટ્રાવેલનો વાર્તાનો પ્લોટ હશે. જોકે આ વેબસાઇટ લોકો દ્વારા એડિટ થઇ શકે એવી હોવાને કારણે આ માહિતી કેટલા અંશે સાચી છે એ કહી ન શકાય.