ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટનાં ઉમા સારથી ફાઉન્ડેશન દ્વારા તા. 24-5-2025ને શનિવારના રોજ કડવા પટેલ પરિવારની દીકરીઓનાં સમૂહ લગ્નોત્સવનું રાધિકા ફાર્મ, પરસાણા ચોક, 150 ફૂટ ન્યૂ રિંગ રોડ ખાતે આયોજન કરાયું છે. રજીસ્ટ્રેશન માટે 84878 24525 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. દિકરીયો ને 111 થી વધુ વૈભવી વસ્તુઓ આપવામાં આવશે.અને ખૂબ જ સુંદર રીતે આ લગ્ન નું આયોજન કરવામાં આવછે. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જ્યોતિબેન ટીલવા, કિશન ટીલવા,બંટી પટેલ, રીકેન વાછાણી, ચેતન ભૂત, રવિ ચાંગેલા, કાન્તિભાઇ ધેટીયા ,બીપીનભાઈ બેરા,રજની ગોલ,ચેતન પાણ, પ્રતાપ સિનોજીયા,કૌશિક ગોવાણી, પિયુષ સીતાપરા, સંદીપ કાલરીયા,રસિક ખીરસરીયા,તુષાર વાછાણી,ડેની ડઢાણીયા,હીરેન પાચાણી અને સમગ્ર માં ઉમા સારથી ફાઉન્ડેશનના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.
આ કાર્યક્રમ ને કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ટીયું ના આગેવાની ના હેઠળ માં કાર્યક્રમ ને સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવશે.
પ્રીતનું પાનેતર : ઉમા સારથી ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સમૂહ લગ્નોત્સવ
