મહેન્દ્રસિંહ ધોની અને અનુ મલિક પરિવાર સાથે પહોંચ્યા છે. રાની મુખર્જી, ઇશાન કિશન અને ઇવાન્કા ટ્રમ્પ સહિતના લોકો જામનગરના આંગણે મહેમાન બન્યા.
અનંત-રાધિકાનું ભવ્ય પ્રિ-વેડિંગનું સેલિબ્રેશન જામનગરમાં ચાલી રહ્યું છે. ત્યારે અંબાણી પરિવારના આંગણે ઉત્સવમાં ભાગ લેવા માટે વિશ્વભરના મોટા લોકો જામનગરના મહેમાન બન્યા છે. મહેન્દ્રસિંહ ધોની અને અનુ મલિક પરિવાર સાથે પહોંચ્યા છે. રાની મુખર્જી, ઇશાન કિશન અને ઇવાન્કા ટ્રમ્પ સહિતના લોકો જામનગરના આંગણે મહેમાન બન્યા છે.
Vicky-Katrina, Shahid Kapoor head to Jamnagar for Anant-Radhika's pre-wedding celebrations
- Advertisement -
Read @ANI https://t.co/9Ebqj9l6d8#anantradhikaprewedding #jamnagar #AnantAmbani pic.twitter.com/xRmM3E8twv
— ANI Digital (@ani_digital) March 2, 2024
- Advertisement -
ફિલ્મ સ્ટાર અને ક્રિકેટર્સનો જમાવડો
પ્રિ વેડિંગના શુભ અવસરે બોલિવુડ સ્ટાર અમિર ખાન પણ જામનગરમાં પહોંચ્યા છે. તો સાથો સાથ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા અને તેમનો પરિવાર પણ જામનગર આવી પહોંચ્યો છે. એલિજ અગ્નિહોત્રી અને રાણી મુખર્જી પણ જામનગરના મહેમાન બન્યા છે. અક્ષય કુમાર અને ક્રિકેટર્સ હાર્દિક અને કુણાલ પંડ્યા જામનગરમાં આવ્યા છે.આદર પૂનાવાલા જામનગરના મહેમાન બન્યા.
એક્ટર જાવેદ જાફરી પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે. કોવિડ વેક્સિન બનાવનાર કંપનીના માલિક આદર પૂનાવાલા પણ અંબાણી પરિવારના મહેમાન બન્યા છે
Alia Bhatt oozes glamour in blue outfit at Anant Ambani-Radhika Merchant's pre wedding bash
Read @ANI Story | https://t.co/YHjgdWjOba #anantradhikaprewedding #AnantRadhika #Jamnagar pic.twitter.com/YEcjnRNdlH
— ANI Digital (@ani_digital) March 2, 2024
બોલિવૂડ સેલેબ્સનો જામનગરમાં મેળાવડો
અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સેલેબ્સ એક પછી એક જામનગર પહોંચવા લાગ્યા છે. સલમાન ખાન, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ પ્રી-વેડિંગ બેશનો ભાગ બનવા જામનગર પહોંચી ગયા..
SRK, Ranveer Singh pose with Dwayne Bravo at Anant Ambani, Radhika Merchant's pre-wedding bash
Read @ANI Story | https://t.co/kza1JPXSMu#anantradhikaprewedding #Jamnagar pic.twitter.com/Coh7vUeltH
— ANI Digital (@ani_digital) March 2, 2024
900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્સના પ્રિ-વેડિંગને લઈને દેશ-વિદેશી મહેમાનોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને એમની સુરક્ષા માટે 900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 7 SP, 12થી વધુ DYSP તથા પીઆઇ અને પીએસઆઇ સહિત 900 પોલીસકર્મીઓ બંદોબસ્તમાં રાખવામાં આવશે. ખાસ કરીને એરપોર્ટથી લઈને રિલાયન્સ ટાઉનશિપ સુધીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.