-70 વર્ષના અમેરિકને પ્રમુખના યુટા પ્રવાસમાં સ્વાગત કરવા પોતાની બંદૂક સાફ કરી રહી હોવાની પોસ્ટ મુકી હતી
અમેરિકામા આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પુર્વે માહોલ ગરમ થવા લાગ્યો છે અને રાષ્ટ્રપતિ જો બાઈડનની હત્યા કરવાની ધમકી આપનાર એક વ્યક્તિ એફબીઆઈ સાથેની અથડામણમાં ઠાર મરાયો હતો.
- Advertisement -
અમેરિકાના યુટા માં રહેવાવાળો આ વ્યક્તિ પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સમર્થક હોવાનું મનાય છે અને 70 વર્ષના આ આરોપી ક્રેગ રોબર્ટસન એ ખુદને પણ ટ્રમ્પનો કટ્ટર સમર્થક ગણાવ્યો હતો અને સોશ્યલ મીડીયા પર પ્રમુખ બાઈડનની હત્યાની ધમકી આપી હતી.
તેણે લખ્યું હતું કે, બાઈડન યુટા આવી રહ્યા છે તેવી ખબર છે અને તે પોતાની એ-24 સ્નાઈપર રાઈફલની ધૂળ સાફ કરી રહ્યો છે અને દેશના જોકરોના વડાનું હું સ્વાગત કરુ છું. આ પોસ્ટ પરથી એફબીઆઈએ તેની તલાશી શરુ કરી હતી અને તેના નિવાસ નજીક દરોડા બાદની કાર્યવાહીમાં તે ઠાર મરાયો હતો.
તેણે અગાઉ ટ્રમ્પ વિરુદ્ધ કાનુની કરનાર મેન હટ્ટન ડીસ્ટીક એટર્ની ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ કમલા હારીસ અને અમેરિકાના એટર્ની જનરલને પણ હત્યાની ધમકી આપી હતી અને તેણે આ ધમકી સાથે ઓટોમેટીક રાઈફલનો ફોટો પણ મુકયો હતો. તે ડેમોક્રેટીક પક્ષને ભૂસી નાંખવાની શેખી મારતો હતો.
- Advertisement -