ગોંડલના મોટા મહીકા ગામે અર્ધ બળેલી લાશ મામલે ઘટસ્ફોટ
પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે ખંઢેર જેવા મકાનમાંથી અર્ધ સળગેલી રાજકોટના આધેડની લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિ.માં ખસેડી ફોરેન્સિક પીએમ કરાવતા હત્યા કરી લાશ સળગાવી દીધાનું તપાસમાં ખુલતા પોલીસે તપાસ કરતાં જે મકાનમાંથી લાશ મળી તે મકાન રાજકોટના પ્રૌઢનું હોવાની અને જે લાશ મળી છે તે લાશ તે પ્રૌઢના પડોશીની હોવાનું તેમજ પ્રૌઢએ વીમો પકાવવા માટે પાડોશીની હત્યા કરી હોવાનો જોરદાર ઘટસ્ફોટ થતાં ચકચાર મચી જવા પામી છે પોલીસે નિર્દોષની હત્યા કરી નાસી છૂટેલા શોધખોળ હાથ ધરી છે.
ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે આવેલા ખંઢેર મકાનમાંથી અર્ધ સળગેલી અજાણ્યા આધેડની લાશ પડી હોવાની જાણ થતા એલસીબી, સ્થાનિક પોલીસ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી દરમિયાન મૃતક રાજકોટના મોરબી રોડ પર આવેલા સદગુરૂ સોસાયટીમાં રહેતા હસમુખ મુળશંકર વ્યાસ હોવાનું જાણવા મળ્યું હતું અને મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિ.માં ખસેડાયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને બે પત્ની હોવાનું અને રાજકોટમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે
ખંઢેર મકાન મૃતકના બાપદાદા સમયનું હતું અને અહીં કોઈ રહેતું ન હતુ ત્યાં મઢ હોય અવારનવાર દર્શન કરવા જતાં હતા ગત.તા.26ના હસમુખભાઈ ગયા હતા અને પાડોશી પાસેથી કોથળા લીધા હતા બાદમાં અર્ધસળગેલી લાશ મળી હતી દરમ્યાન ફોરેન્સિક પીએમ રીપોર્ટમાં મૃતકનું ગળુ દબાવી હત્યા કરી લાશ સળગાવી દીધાનું ખુલતા પોલીસે તપાસ કરતાં જે મૃતદેહ મળ્યો છે તે હસમુખભાઇનો નહીં પરંતુ તેના રાજકોટના પાડોશી સંદીપભાઈ ગોસ્વામીનો હોવાનું ખૂલ્યું હતું આ અંગે વધુ તપાસ કરતાં હસમુખભાઇએ વીમો પકાવવા માટે સંદીપભાઈને પોતાના વતન લઈ જઈ ત્યાં ગળેટુંપો દઈ મોતને ઘાટ ઉતારી આ લાશ પોતાની જ છે તેવું સાબિત કરવા માટે લાશ સળગાવી દીધાનું ખૂલ્યું હતું જો કે ખતરનાક કાવતરાને અંજામ આપી નાસી છૂટેલા હત્યારાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. અજાણ્યા શખસો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.



