ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને કાઠી ક્ષત્રિય સમાજના યુવા આગેવાન અને ઉચૈયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયાને અમરેલી જીલ્લા સરપંચ પરિષદના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઠાકુર ચંદનસિંહ, રાષ્ટ્રીય મહાસચિવ મુકેશ સખીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એમ.એમ.ગઢવી (પૂર્વ ડેપ્યુટી ડી.ડી.ઓ.), પ્રદેશ ઉપપ્રમુખ નરસિંહભાઇ પટેલ સાબરકાંઠા, પ્રદેશ ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા-ગાંધીનગર, પ્રદેશ પ્રવક્તા મુકેશભાઇ શાહની ભલામણથી નિમણૂંક કરવામાં આવેલ છે. પ્રતાપભાઇ લખુભાઇ બેપારીયા અમરેલી જીલ્લા સરપંચ પરીષદના અધ્યક્ષની સાથે સૌરાષ્ટ્ર ઝોન સમિતિ (રાજકોટ,બોટાદ, ભાવનગર,અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદરના કારોબારી સદસ્ય પણ બનાવ્યા હતા. આ નિમણૂક થતાં રાજકીય- સામાજીક આગેવાનો, વેપારીઓ સહિત લોકો દ્વારા પ્રતાપભાઈ બેપારીયાને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.