ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમામાં 12 લાખ થી વધુ ભાવિકો જોડાયા હતા ત્યારે પ્રકૃતિ મિત્ર સંસ્થા દ્વારા ગીર અભ્યારણ માં યોજાતી ગિરનારની લીલી પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બને તેવા ખુબ મોટો પ્રયાસ હાથ ધર્યો હતો ચિરાગબેન ગોસાઈ અને તેની ટિમ છેલ્લા નવ વર્ષ થી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહ્યાછે. પ્રકૃતિ મિત્ર ના 152 જેટલા સભ્યો દ્વારા પરિક્રમા માં રાઉન્ડ ધ કલોક કામ કરીને 3 થી 5 લાખ કાપડ ની થેલી ભાવિકોને વિતરણ કરવામાં આવી હતી તેની સામે પરિક્રમા કરવા આવતા ભાવિકો પાસેથી પ્લાસ્ટિક બેગ એકત્ર કરી હતી જેમાં ત્રણ ટન લાસ્ટિક બેગ એકત્ર કરીને અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.