ખાસ-ખબર સંવાદદાતા
ગરવા ગિરનારની 36 કિમીની પરિક્રમાનો 3 નવેમ્બર-ગુરૂવારની વ્હેલી સવારના 5 વાગ્યાથી પ્રારંભ થઇ ગયો છે. દરમિયાન લીલી પરિક્રમાને પ્લાસ્ટિ મુકત બનાવવા પ્રકૃતિ મિત્રની ટીમના 152 સઘ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
પરિક્રમા શરૂ થાય તે પહેલા આવેલા ભાવિકો પાસેથી પ્લાસ્ટિક એકત્ર કરવાની શરૂઆત કરાઇ હતી.
દરમિયાન બુધ અને ગુરૂવાર સુધીમાં 1,500 કિલો પ્લાસ્ટિક એકત્ર કરી ભાવિકોને કાપડની 70,000 થેલીનું ફ્રિમાં વિતરણ કરવામાં આવ્યું હોવાનું પ્રકૃતિ મિત્ર સંસ્થાના ફાઉન્ડર અને ચેરપર્સન ડો. ચિરાગબેન ગદંસાઇએ જણાવ્યું હતું.
પ્રકૃતિમિત્ર સંસ્થાએ પરિક્રમામાંથી 1500 કિ. પ્લાસ્ટિક એકત્ર કર્યું
