અકસ્માતમાં 9નો ભોગ લેનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલનાં પણ કાળાં કરતૂત
ખાસ-ખબર સંવાદદાતા
ગત મધરાત્રે 1.10 વાગ્યે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા ઊભા રહેલા લોકોના ટોળાને જેગુઆરે 160થી વધુ કિમીની ઝડપે ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં 9 લોકોનાં મોત નીપજ્યાં છે. આ 9 લોકોની કચડી મારનાર જેગુઆરનો ચાલક તથ્ય પટેલ હતો. તેને પણ ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે. તથ્યનો પિતા પ્રજ્ઞેશ પટેલનાં પણ કાળાં કરતૂત સામે આવ્યાં છે. પ્રજ્ઞેશ પટેલે સૌરાષ્ટ્રની એક યુવતી પર ડ્રગ્સો નશો કરી ગેંગરેપ આચર્યો હતો. તે ઉપરાંત યુવતી પાસેથી 30 હજાર પણ પડાવ્યા હતા. 2020માં સૌરાષ્ટ્રની યુવતીને કોર્પોરેટ હાઉસમાં નોકરીની લાલચ આપીને આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. તે સમયે કુલ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પ્રજ્ઞેશ પટેલ અને જિતેન્દ્ર ગોસ્વામી મુખ્ય આરોપી હતા. આરોપીઓએ પોતાના સાગરીતો સાથે મળી યુવતી સાથે એકવાર નહીં, પરંતુ અનેકવાર ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ યુવતીનો પાસપોર્ટ પણ છીનવી લીધો હતો.
- Advertisement -
તથ્યના પિતા પ્રજ્ઞેશ વિરુદ્ધ નોંધાયેલા ગુના
સોલામાં- 2
શાહપુર- 1
રાણીપ- 1
ક્રાઈમ બ્રાન્ચ- 1
મહિલા ક્રાઈમ- 1
ડાંગમાં ગઈ ફરિયાદ
મહેસાણા- 1
પ્રજ્ઞેશનો ગોતામાં આલીશાન બંગલો
9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મ હાઉસની સામે આલીશાન બંગલોમાં રહે છે. આ બંગલાનું નામ હરે શાંતિ છે. પણ હરે શાંતિમાં રહેતા તથ્ય પટેલે ગોઝારો અકસ્માત સર્જી 9 પરિવારની શાંતિ હણી લીધી છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અકસ્માત થયાની ગણતરીની કલાકોમાં જ પરિવાર બંગલામાંથી ગાયબ થઈ ગયો છે.
ચોકીદારને હોસ્પિટલ જઈએ છીએ કહી પરિવાર નીકળી ગયો
ટ્રાફિક પોલીસ પણ પરિવારના સભ્યોની પૂછપરછ માટે તેમના ઘરે હરે શાંતિ ખાતે પહોંચી હતી. પરંતુ આરોપી સિમ્સ હોસ્પિટલમાં દાખલ હતો, જ્યારે તેના માતા-પિતા પણ ઘરના ચોકીદારને હોસ્પિટલ જઈએ છીએ તેમ કહીને નીકળી ગયા છે. પોલીસે પ્રજ્ઞેશ પટેલને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
- Advertisement -
તથ્ય પટેલની આગામી 24 કલાક સુધી પોલીસ ધરપકડ કરી શકશે નહીં
સિમ્સ હોસ્પિટલ દ્વારા આગામી 24 કલાક આરોપીની ધરપકડ ના કરવા જણાવતા પોલીસ દ્વારા 24 કલાક આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે અને સાથે હોસ્પિટલે આરોપીની પૂછપરછ કરવાની પણ ના પાડતા પોલીસ પૂછપરછ પણ નહીં કરે.
તથ્યનું ઘર અકસ્માત સ્થળથી 8 કિમી દૂર
કાર ચાલકના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત પરિવારમાં માતા છે. તેમનું ઘર ગોતામાં આવેલું છે. જે રો-હાઉસ પ્રકારનું આલીશાન મકાન છે. તે ઘરની આજુબાજુ પડતર જમીન કેટલાક ફ્લેટ્સ અને છૂટા રો-હાઉસ આવેલ છે. આ ઘર એસજી હાઈવેથી લગભગ 700 મીટરના અંતરે જ્યારે અકસ્માતના બનાવથી 8 કિલોમીટરના અંતરે છે.