નાનામૌવા ઓવરબ્રિજનું નામ “સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા” અને લક્ષ્મીનગર અન્ડરબ્રીજનું નામ “મહાત્મા જ્યોતિબા ફૂલે”નું નામકરણની રજૂઆત કરતા પ્રદીપભાઈ ત્રિવેદી, ભાનુબેન સોરાણી, મહેશભાઈ રાજપૂત
રાજકોટ મહાનગરપાલિકાના મેયર, સમાજકલ્યાણ સમિતિ ચેરમેન અને મ્યુનીસીપલ કમિશ્નરને કોંગ્રેસની રજૂઆત
- Advertisement -
રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા મતી ભાનુબેન સોરાણી, રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં નવનિર્માણ પામનાર નાનામૌવા સર્કલ ઓવરબ્રિજ નું કામ પૂર્ણ થયે આ બ્રીજનું નામ રાજકોટ ના રાજવી અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ કેબીનેટ મંત્રી અને રાજકોટના ભૂતપૂર્વ ધારાસભ્ય “સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા”નું નામકરણ કરવામાં આવે તેમજ રાજકોટ શહેરના લક્ષ્મીનગર અન્ડરબ્રીજનું નામ “મહાત્મા જ્યોતિબા ફૂલે”નું નામકરણ કરવા અમો સૌની રજૂઆત છે
રાજકોટના રાજવીનું રાજકોટમાં નામ હોવું તેવી માંગ પહેલા પણ ઉઠેલી હતી અને એજ માંગ અમો આજે ફરીથી કરી રહ્યા છીએ જેને પોતાની પૂરી જિંદગી લોક સેવામાં આપેલી હોય અને જે પરિવારે આ રાજકોટ શહેર વસાવ્યું હોય ત્યારે આપની અને અમારી ફરજ છે તેનીની યાદગીરી રૂપે તેઓનું નામ રાખવું જોઈએ. તેવી રજૂઆતના અંતમાં જણાવ્યું છે.