ખાસ-ખબર સંવાદદાતા
યાત્રાધામ પ્રાચી ખાતે બીએસએફ સીમા સુરક્ષા દળનાં જવાન રાકેશભાઈ કિરીટભાઇ પંડ્યાએ 24 વર્ષ પોતાનો રાષ્ટ્રધર્મ સેવા નિભાવી આજે નિવૃત્ત થતા માદરે વતન ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રા ઘંટીયા ફાટકથી લઇ વિવિધ માર્ગ ઉપર થઈ અને માધવરાયજી પ્રભુના સાનિધ્યમાં પૂર્ણ થઈ હતી.
રાકેશભાઈનું પ્રાચી ગામના આગેવાનોએ તેમજ ગામની મહિલા દ્રારા તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું તેમ જ રાકેશભાઈનું સમસ્ત બ્રહ્મ સમાજદ્વારા પ્રાચી ખાતે ભવ્ય સન્માન સમારોપણ યોજાયો હતો. રાકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે દેશ માટે 24 વર્ષ રક્ષા કરવાનું મારું સહભાગ્ય અને વડીલોના આશીર્વાદથી મેં આ કાર્ય પાર કર્યું.