દિવ્ય વ્રજ દર્શન,ગોકુળ ગામ,84 બેઠકની ઝાંખી, ફ્રી પુષ્ટિમાર્ગ પુસ્તકાલય
મા યમુનાજીના ગહેરવનના સુંદર દર્શન, દરરોજ રાસોત્સવ બાદ અલ્પાહારની વ્યવસ્થા
આજથી 1 ઓક્ટોબર સુધી રાત્રે 9થી 12 વૈષ્ણવો રાસોત્સવમાં ઉમટી પડશે
- Advertisement -
વૈષ્ણવાચાર્ય શરદકુમાર (શીલુબાવા) અને જતનબર ગ્રુપ દ્વારા વિઠ્ઠલબાપા ધડુક ગ્રાઉન્ડમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વૈષ્ણવાચાર્ય ગોસ્વામી 108 શરદકુમારજી મહારાજ (શીલુબાવા) પોરબંદરવાળાની સર્વાધ્યક્ષતમાં પારીવારીક પુષ્ટિ રાસોત્સવ નવવિલાસનું રાજકોટના જતનબર ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સંસ્કાર સિટી પાછળ 40 ફૂટ રોડ, મવડી બાયપાસ પાસે આવેલા વિઠ્ઠલબાપા ધડુકવાળુ ગ્રાઉન્ડમાં પુષ્ટિ રાસોત્સવ નવવિલાસ યોજાશે.22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન રોજ રાત્રે 9થી 12 વાગ્યા સુધી યોજાનાર આ પુષ્ટિ રાસોત્સવ નવવિલાસમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડશે.
યમના મહારાણીની ભક્તિ માટેનો અનેરો અવસર એટલે પુષ્ટિ રાસોત્સવ નવવિલાસ. જે સંપૂર્ણ સનાતની વૈષ્ણવી પરંપરા અને મર્યાદાને ધ્યાનમાં રાખી ઉજવવામાં આવશે. નવવિલાસ શિર્ષક હેઠળના નવરાત્રી ઉત્સવ એક પ્રકારે મનોરથ જેવો જ રહેશે. આ નવવિલાસ રાસોત્સવમાં બહેનો અને ભાઇઓ અલગ અલગ વૃંદમાં વલ્લભીય વૈષ્ણવ સંસ્કૃતિને છાજે તેવા ડ્રેસકોડમાં હવેલી સંગીત અને કિર્તન પર જ રાસ રમશે. આ અવસરને વૈષ્ણવાચાર્ય શરદકુમાર (શીલુબાવા)ની પાવન ઉપસ્થિતિ વધુ દિવ્ય બનાવશે. નવરાત્રીના નવે નવ દિવસ રાસોત્સવ સ્થળને રેતી પાથરી તેમાં વ્રજની માટીના આવિષ્કારની ભાવના કરી વ્રજલીલા પ્રાંગણ જેવું બનાવવામાં આવશે. અહીં રાસ રમનાર કોઇપણ વૈષ્ણવો પગરખા પહેરી નહીં શકે. કેમ કે નૃત્ય-લીલાના પ્રાંગણને વ્રજભૂમિનો દરજ્જો અપાશે. આ રીતે ખરા અર્થમાં દિવ્ય લીલા સમા રાસોત્સવનું આયોજન કરી રાજકોટના જતનબર ગ્રુપ સનાતન સંસ્કૃતિની મિશાલ ઝળહળાવશે.
- Advertisement -
કીર્તનકાર હાલારી રાસના સૂર રેલાવશે
આ પ્રભુ પુષ્ટી રાસોત્સવ નવવિલાસની ખાસ વાત એ છે કે ગુજરાતના સુપ્રસિદ્ધ કીર્તન કાર ગોવિંદભાઈ ડોબરીયા તથા વિષ્ણુભાઈ અકબરી તેના સાથી વૃંદ સાથે અને કીર્તનકર મંડળી જે આ નવધા ભક્તિના પાવન પર્વમાં હાલારી સંગીત પર તાલે રાસ રમાડશે. આ કાર્યક્રમનું સંપૂર્ણ લાઈવ પ્રસારણ યુ-ટ્યૂબ દ્વારા કરવામાં આવશે, જેમાં આપ ઘર બેઠા પણ આ કાર્યક્રમને નિહાળી શકશો, ’જતનબર પુષ્ટિ પ્રમેય’ અને ’ ગોવિંદ ડોબરીયા હાલારી રાસ’ ચેનલ પર નવે નવ દિવસ પ્રભુ પુષ્ટી રાસોત્સવ નવવિલાસ નિહાળી શકશો. આ પ્રભુ પુષ્ટી રાસોત્સવ નવવિલાસના આયોજકો જતનબર ગ્રુપના મિતભાઈ ઝાલાવાડીયા, વિપુલભાઈ ભાલાળા, વિજયભાઈ ઠુંમર, રમેશભાઈ અજુડિયા (લાલાભાઇ), આશિષભાઈ અભંગી, વિષ્ણુભાઈ અકબરી, કુમનભાઈ વિરડીયા તેમજ સ્વયંસેવકો હરિભાઈ સાકરીયા, રમેશભાઈ અકબરી, અશ્વિનભાઇ અકબરી, રમેશભાઈ સોરઠીયા અને વૈભવભાઈ ડોબરીયા સમગ્ર કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
દરેક વૈષ્ણવજનોને પુષ્ટિ રાસોત્સવ નવવિલાસમાં ફ્રી એન્ટ્રી
ગ્રાઉન્ડ જેમાં ભાઇઓ-બહેનો માટે અલગ વ્યવસ્થા
સંપૂર્ણ સલામતી માટે ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ
રાસ-ગરબાના રૂટ પર વ્રજની માટી રેતી પાથરી છે
વૈષ્ણવજનો પગરખા પહેર્યા વિના રાસ રમી શકશે
દિવ્ય વ્રજ દર્શન, ગોકુળ ગામ, 84 બેઠકની ઝાંખી
ફ્રી પુષ્ટિમાર્ગ પુસ્તકાલયની અનોખી ઝાંખી દર્શન
વૈષ્ણવ સૃષ્ટિની વેશભૂષા સાથેનું સેલ્ફી ઝોન
ગ્રાઉન્ડ પર યમુનાજીના ગહેરવનના સુંદર દર્શન
ફાયર સેફ્ટીથી સજ્જ ગ્રાઉન્ડ, સુંદર બેઠક વ્યવસ્થા
યૂટ્યુબ પર સંપૂર્ણ કાયક્રમનું લાઇવ પ્રસારણ થશે
દરરોજ કાર્યક્રમ બાદ સુંદર અલ્પાહારની વ્યવસ્થા