-મેગા બજેટ ફિલ્મનો વિષય સાયન્સ-માયથોલોજીનો
આદિપુરુષ ફલોપ રહ્યા બાદ પ્રભાસની આગામી ફિલ્મ ‘પ્રોજેકટ કે’ પર સૌની નજર છે. ફિલ્મના પ્લોટ કે ક્ધસેપ્ટ અંગે ખાસ વિગતો જાહેર થઈ નથી. પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ, દિશા પટણી, અમિતાભ બચ્ચન અને કમલ હાસનને રજૂ કરતી પ્રોજેકટ કે ને સાયન્સ ફિકશન ફિલ્મ ગણાવવામાં આવે છે.
- Advertisement -
લેટેસ્ટ રિપોર્ટમાં ફિલ્મનો પ્લોટ જાણવા મળ્યો છે. તે મુજબ આ ફિલ્મમાં આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનની સાથે ભારતીય માઈથોલોજીને મિકસ કરવામાં આવી છે. પ્રભાસ તેમાં ભગવાન વિષ્ણુનો રોલ કરવાનો છે.
પ્રભાસે આદિપુરુષમાં ભગવાન રામનો રોલ કર્યો હતો અને હવે આગામી ફિલ્મમાં તે ભગવાન વિષ્ણુના રોલમાં આધુનિક રાક્ષસોનો સંહાર કરતો જોવા મળશે. ફિલ્મનો ક્ધસેપ્ટ ઘણો અટપટો છે, પરંતુ ડાયરેકટર નાગ અશ્વિન આ પ્રકારની ફિલ્મો સફળતાપૂર્વક બનાવી ચૂકયા છે. પ્રોજેકટ કે માં સાઉથ અને બોલીવુડના મોટાં સ્ટાર્સને કાસ્ટ કરવામાં આવ્યા છે.
સાઉથ અને બોલીવુડનું કોમ્બીનેશન ધરાવતી આ ફિલ્મને જાન્યુઆરી 2024માં રિલીઝ કરવાનો પ્લાન છે. તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દી ઉપરાંત વિદેશી ભાષાઓમાં પણ તેને રિલીઝ કરવામાં આવશે. દેશમાં અત્યાર સુધી બનેલી તમામ ફિલ્મો કરતાં પ્રોજેકટ કે નું બજેટ વધારે હોવાનું કહેવાય છે.