અગાઉ ખુર્શીદ શાહે પોતાને PM બનાવવાની શક્યતા વ્યક્ત કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (ઙઙઙ)એ પૂર્વ વિદેશમંત્રી બિલાવર ભુટ્ટોને વડાપ્રધાન અને જરદારીને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી છે. પીપીપીના સૂચના સચિવ ફૈસલ કરીમ કુંડીએ આજે જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી વડાપ્રધાન પદના ઉમેદવાર તેમજ તેમના પિતા અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની ફરી રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરવામાં આવી છે. ડોનના અહેવાલો મુજબ જરદારી આગામી ચૂંટણી બાદ ફરી રાષ્ટ્રપતિની ભૂમિકા નિભાવશે. અગાઉ કરીમ કુંડીએ સંકેત આપ્યા હતા કે, પાર્ટી દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે હજુ સુધી નામની જાહેરાત કરવામાં આવી નથી. જ્યારે કુંડીને પ્રશ્ર્ન પૂછાયો હતો કે, શું બિલાવર ઉમેદવાર હોઈ શકે છે, તો તેમણે કહ્યું કે, બિલાવલ, ખુર્શીદ શાહ અથવા પોતે સંભવિત ઉમેદવાર હોઈ શકે છે. તેમણે કહ્યું કે, બિલાવર (ઉમેદવાર) હોઈ શકે છે અને હું પણ હોઈ શકું છું. ખુર્શીદ શાહે પોતાને વડાપ્રધાન બનાવવાની શક્યતા વ્યક્ત કરી હતી.