વન વિભાગની મંજૂરી વગર વીજ પ્રવાહ શરૂ કરી દેવાયો છતાં તંત્રની ચુપ્પી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે વિવાદિત સોલાર પ્રોજેક્ટની કામ શરૂ થયું ત્યાંથી જ વિવાદોથી ઘેરાયેલું જોવા મળે છે સૌ પ્રથમ વિશ્વાસમાં લીધા વગર અહીંના ખેડૂતોના સર્વે નંબરની યાદી જાહેર કરી હતી જે અંગે ાફળ વિવાદ થયો હતો આ બાદ સોલાર પ્રોજેક્ટની કામ શરૂ થતાં ખેડૂતોએ વન વિભાગની જમીન નજીક સોકર પ્રોજેક્ટ નિર્માણ નહીં કરવા માટે રજૂઆતો કરી હતી પરંતુ આ સોલાર પ્રોજેક્ટમાં ભાજપના કેટલાક રાજકીય નેતાઓ પડદા પાછળના કલાકાર હોવાથી ગ્રામજનોની રજૂઆત કોઈ સાંભળી નહીં અને અંતે ભારે વિરોધ વચ્ચે સોલાર પ્લાન્ટનું કામ શરૂ થયું હતું જે હવે પૂર્ણ થવા તરફ છે તેવામાં સોલાર પ્લાન્ટનું કામ 28 એપ્રિલ સુધીમાં પૂર્ણ ન થાય તો પ્રોજેક્ટ રદ થાય તેમ હોવાથી યુધ્ધના ધોરણે કામ શરૂ કર્યું હતું છતાં કોઈપણ કારણે આ કામ 28 એપ્રિલના રોજ પૂર્ણ નહીં થતા મહિને 2.5 કરોડનું નુકશાન જતું હોવાની રજૂઆત જિલ્લા કલેકટરને કરવાને લીધે જિલ્લા કલેક્ટર દ્વારા હંગામી ધોરણે ટાવર ઊભા કરવા માટે મંજૂરી આપી હત.
- Advertisement -
પરંતુ આ મંજૂરી માત્ર ટાવર ઊભા કરવા માટેની હતી અને વીજ પ્રવાહ શરૂ કરવા માટે ફરજિયાં વન વિભાગ પાસેથી એન.ઓ.સી લેવાનો હુકમમાં ઉલ્લેખ કર્યો હતો છતાં સોલાર પ્રોજેક્ટના સંચાલકો દ્વારા વન વિભાગની એન.ઓ.સી વગર વીજ પ્રવાહ શરૂ કરી દીધો છે અને જિલ્લા કલેકટર સહિત વન વિભાગના નિયમોનો ઉલાળીયો કરી નામની ચલાવતા હોવાનું સામે આવ્યું છે. મોટી માલવણ ગામના સ્થાનિક દ્વારા જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા હંગામી મંજૂરી પર છેલા પંદર દિવસથી વીજ પ્રવાહ શરૂ કરી દેવાયો છે પરંતુ આ હંગામી મંજૂરી માત્રવીજ પોલના ટાવર ઊભા કરવા માટેની હતી તેવામાં સોલાર પ્રોજેક્ટ દ્વારા વીજ પ્રવાહ શરૂ કરાયો હોવાની રજૂઆત વન વિભાગ અને જિલ્લા કલેકટરને પણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. ત્યારે સોકર પ્રોજેક્ટ દ્વારા એન.ઓ.સી વગર શરૂ કરેલ વીજ પ્રવાહ સામે વન વિભાગ દ્વારા કાર્યવાહી કરાય છે કે પછી વન વિભાગ પણ રાજકીય નેતાઓના ઘૂંટણિયે પડી રહે છે ? તેના પર ગ્રામજનોની મોત મંડાયેલી છે.



