દેશમાં ગરીબીના મોરચે એક સારા સમાચાર આવ્યા: ભારતમાં ઝડપથી ઘટી ગરીબી, 12 વર્ષના આંકડા આશ્ચર્યચકિત, NCAER ના સર્વેમાં ભારતમાં ગરીબી અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
- Advertisement -
દેશમાં ગરીબીના મોરચે એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે અને તેના કારણે આંકડાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઝઘઈં માં પ્રકાશિત થયેલા અહેવાલમાં નવા સર્વેના અનુમાન મુજબ, 2011-12 થી ગરીબી 21% થી ઘટીને 8.5% થઈ ગઈ છે. આ એક મોટો આંકડો છે. આ સર્વેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વારસાગત (પેઢી દર પેઢી) ગરીબીમાં ઘટાડો થયો છે. જો કે, એવા લોકોનું પ્રમાણ ઘણું ઊંચું છે જેઓ ‘જીવનની કેટલીક દુર્ઘટના’ને કારણે ગરીબીમાં પાછા સરકી શકે છે.મંગળવારે, ગરીબીના આંકડાઓ અંગે થિંક ટેન્ક NCAERના સોનાલ્ડ દેસાઈની આગેવાની હેઠળના અર્થશાસ્ત્રીઓ દ્વારા એક પેપરમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સર્વેમાં જણાવાયું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ ઝડપથી ઘટ્યું છે અને તે 2011-12માં 24.8% થી ઘટીને હવે 8.6% પર આવી ગયું છે. તે જ સમયે, શહેરી વિસ્તારોમાં ગરીબી 13.4 ટકાથી ઘટીને 8.4 ટકા થઈ છે.
આ અંદાજ જઇઈં રિસર્ચ કરતા વધારે છે, જેણે ગ્રામીણ ગરીબીમાં 7.2% અને શહેરી ગરીબીમાં 4.6% ઘટાડો થવાનો અંદાજ મૂક્યો હતો. માર્ચમાં, છઇઈંના ભૂતપૂર્વ ગવર્નર સી રંગરાજન અને અર્થશાષાી એસ મહેન્દ્ર દેવે ઇંઈઊજના આધારે અનુમાન લગાવ્યું હતું કે ભારતનો ગરીબી દર 2011-12ની સરખામણીમાં 2022-23માં ઘટીને 10.8% થશે.
ઈન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ સર્વેના પ્રાથમિક તારણોના આધારે, તેંડુલકર સમિતિ દ્વારા તાજેતરમાં ફુગાવા-સમાયોજિત ગરીબી રેખાનો ઉપયોગ કરીને સમગ્ર ગરીબી ગુણોત્તરનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. સરકાર આ ડેટાનો ઉપયોગ તેની જન કલ્યાણ યોજનાઓ બનાવવા અને તેને વધુ સારી રીતે અમલ કરવા માટે કરે છે.
- Advertisement -
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે તાજેતરના ઘર વપરાશના ખર્ચના સર્વેને ટાંકીને દાવો કર્યો હતો કે દેશમાં ગરીબી ઘટીને 5 ટકાથી નીચે આવી ગઈ છે. ઓગસ્ટ 2022 અને જુલાઈ 2023 દરમિયાન કરવામાં આવેલા સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ગરીબી નાબૂદીના પગલાં છે. અસરકારક સાબિત થાય છે.