રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી: 63.21 કરોડના કામોને લીલીઝંડી
ફાયર શાખાને વધુ મજબૂત બનાવવા માટે 9.20 કરોડના ખર્ચે 8 નવા રેસ્ક્યુ વ્હીકલ ખરીદાશે
- Advertisement -
નવા ‘ગ્રીન રિંગ રોડ’ વિકાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર પાસેથી રૂ. 120.79 કરોડની ગ્રાન્ટની માંગવામાં આવશે
ઈસ્કોન મંદિરથી નવા 150 ફૂટ રિંગ રોડ ફન બ્લાસ્ટ સુધી 22.51ના ખર્ચે કઊઉ લાઈટ નખાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન જયમીન ઠાકરના અધ્યસ્થાને યોજાઈ હતી. જેમાં કુલ 52માંથી 51 દરખાસ્તોને મંજૂર કરાઈ છે. કુલ 63.21 કરોડના વિકાસકામોને લીલીઝંડી આપવામાં આવી છે. જેમાં રોડ-રસ્તા, નવા કોમ્યુનિટી હોલ, બિલ્ડીંગ કામ, પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ સહિતના કામોનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ દરખાસ્તોમાં સૌથી મહત્વપૂર્ણ દરખાસ્ત નવા ‘ગ્રીન રીંગ રોડ’ માટે રાજ્ય સરકાર પાસેથી રૂ. 120.79 કરોડની ગ્રાન્ટની માંગવામાં આવશે. જ્યારે ફાયર વિભાગને વધુ મજબૂત કરવા માટે રૂ. 9.20 કરોડનાં ખર્ચે 8 રેસ્ક્યુ વ્હીકલ ખરીદવાનું મંજૂર કરાયું છે. આ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં રાજશ્રી એન્ડ કંપનીએ રૂ. 1.15 કરોડ પ્રતિ વાહનનો ભાવ આપ્યો છે. કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરથી નવા 150 ફૂટ રીંગ રોડ સુધીના ફનબ્લાસ્ટ વિસ્તારમાં સેન્ટ્રલ એલઇડી લાઇટિંગનું કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે. જીએસટી સહિત આ કામનો ખર્ચ રૂ. 22.51 લાખ થશે. જ્યારૈ વોર્ડ નં-5માં કુવાડવા રોડ પર રસ્તાને ડામર રિકાર્પેટ કરાશે અને પેવિંગ બ્લોક પણ નાખવામાં આવશે. જેના માટે 5.81 કરોડ મંજૂર કરાયા છે.
વોર્ડ નં-18માં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં 1.69 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર, નિલકંઠ પાર્ક અને વિભૂતિ પાર્કમાં પેવિંગ બ્લોક તથા નવા ડેવલપ થતા વિસ્તારમાં 3.75 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નખાશે. વોર્ડ નં-6માં સફારી પાર્કમાં તથા વોર્ડ નં-15માં રામવનના પાર્કિંગની બાજુમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ, વોર્ડ નં-4માં નવી બનતી સોસાયટીમાં ડ્રેનેજ લાઈન નખાશે. વોર્ડ નં.4માં મહિલાઓ માટે નવો હોકર્સ ઝોન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભોલેનાથ રેસીડેન્સી રોડ પર આ પ્રોજેક્ટ માટે રૂ. 65.16 લાખનો અંદાજ હતો. જીએસટી સહિત રૂ. 64.43 લાખના ખર્ચે આ હોકર્સ ઝોન બનાવવા નિર્ણય લેવામાં આવશે.
કામગીરી માટે મંજૂર થયેલી રકમ
કામની વિગત રકમ
રસ્તા કામ રૂા. 16,25,69,317
ડ્રેનેજ રૂા. 7,73,37,854
પેવિંગ બ્લોક રૂા. 1,64,11,617
મેનપાવર રૂા. 17,53,116
સી.સી.કામ રૂા.1,21,77,756
ડી.આઈ. પાઈપલાઈન રૂા. 2,27,43,084
સોલિડવેસ્ટ (સફાઈ) (જઠખ) રૂા. 65,586
સ્ટોર્મ વોટર ડ્રેઈન રૂા. 52,67,337
વાહન ખરીદી રૂા.9,20,94,720
વોટર વર્કસ રૂા. 13,74,39,380
ગાર્ડન રૂા. 89,31,660
ઝૂ, એનિમલ હોસ્ટેલ રૂા. 14,00,000
નવું આરોગ્ય કેન્દ્ર, લેબોરેટરી રૂા. 1,69,31,014
હોકર્સ ઝોન રૂા. 64,43,776
રમતગમત, સ્પોર્ટસ સંકુલ રૂા. 31,02,070
કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ રૂા. 4,06,46,640
બિલ્ડિંગ કામ, નવીનીકરણ રૂા. 25,98,860
લાઈટીંગ, રોશની રૂા. 37,58,098
પમ્પિંગ સ્ટેશન (જઙજ) રૂા. 2,05,10,302
કુલ 63,21,82,187
આવક
સર્કલ ડેવલપમેન્ટ રૂા. 88,52,395
સ્ક્રેપ વેચાણ રૂા. 19,81,872
કુલ આવક રૂા. 1,08,34,267
આર્ટ ગેલેરીના ભાડામાં ઘટાડો
રેસકોર્સમાં પુનર્નિર્મિત ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના ઊંચા ભાડાના કારણે કલાકારોમાં નારાજગી હતી. હવે નવા ઘટાડેલા ભાડા સાથેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. નોન-કોમર્શિયલ ઇવેન્ટ માટે ભાડું 50% ઘટાડીને રૂ. 2500થી 7500 કરવામાં આવ્યું છે. જ્યારે કોમર્શિયલ ઇવેન્ટ માટે ભાડામાં 20%થી 30% ઘટાડો કરીને તે રૂ. 7 હજારથી 20 હજાર નક્કી કરાયું છે.
અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલ વોર્ડ નં.4માં શરૂ કરાશે
વોર્ડ નં.4ની નવી હાઇસ્કુલ જિલ્લા શિક્ષણ કચેરીને સોંપાશે કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.4માં બનાવવામાં આવેલી નવી હાઇસ્કુલનો પ્રથમ માળ હવે જિલ્લા શિક્ષણાધિકારીને સોંપી દેવાનો નિર્ણય લેવાયો છે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રાથમિક શાળા ચાલે છે, ત્યાં હવે શિક્ષણ તંત્ર દ્વારા ફ્રી અંગ્રેજી માધ્યમની હાઇસ્કૂલ શરૂ કરવામાં આવશે. આ નિર્ણયથી પૂર્વ ઝોનના વિદ્યાર્થીઓને સારી સુવિધા મળશે.
ઈંઈકઊઈં અને રાજકોટ
મનપા વચ્ચે થનારા ખઘઞ અંગે કમિટી બનાવાઈ
ઈંઈકઊઈંએ એશિયન શાખા છે જે શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે જે મૂળ રૂપે આંતરરાષ્ટ્રીય સ્થાનિક પર્યાવરણીય પહેલ પરિષદ તરીકે ઓળખાય છે, તે એક બિન-સરકારી સંસ્થા છે જેના માટે મહાનગરપાલિકાના પાંચ કોર્પોરેટર અને 2 અધિકારીની કમિટી બનાવવામાં આવી છે. જેમાં કોર્પોરેટર મનીષ રાડિયા, સુરેન્દ્રસિંહ વાળા, અશ્વિન પાંભર, જ્યોત્સનાબેન ટીલાળા અને રૂચિતાબેન જોશી અને ડે.કમિશનર ચેતન નંદાણી અને હર્ષદ પટેલનો સમાવેશ કરાયો છે.
વોર્ડ નં.4માં
મધુવન મેઈન રોડ પર 4.6 કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ
વોર્ડ નં.2માં 52.67 લાખના ખર્ચે વોટર ડ્રેઈન લાઈન નખાશે
વોર્ડ નં.6માં રસ્તાઓને 4.58 કરોડના ખર્ચે ડામરથી મઢાશે



