ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
પ્રાથમિક પરીક્ષાના પરિણામમાં GPSC એ પાછળથી ઉમેરવા પડેલા ઉમેદવારો સાથે અન્યાય કરતાં તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા અને હાઇકોર્ટે GPSCને નવી તારીખ જાહેર કરી, ઉમેરાયેલા ઉમેદવારોને 6 અઠવાડિયાનો સમય મળે તેવો આદેશ કર્યો છે. વર્ષ 2023માં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન-GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 42 આપી તેમાં ડેપ્યુટી સેકશન ઓફિસર-ઉુજઘ અને નાયબ મામલતદાર વર્ગ-3ની 127 જગ્યાઓની જાહેરાત માટેની અરજીઓ મંગાવી હતી. જેની પ્રાથમિક પરીક્ષાના પરિણામમાં GPSCએ પાછળથી ઉમેરવા પડેલા ઉમેદવારો સાથે અન્યાય કરતાં તેઓ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા અને હાઇકોર્ટે GPSCને નવી તારીખ જાહેર કરી, ઉમેરાયેલા ઉમેદવારોને 6 અઠવાડિયાનો સમય મળે તેવો આદેશ કર્યો છે.
- Advertisement -
નવા ઉમેદવારોની માંગ હતી કે, GPSC મુખ્ય પરીક્ષાની તૈયારી માટે ત્રણથી ચાર મહિનાનો સમય આપે છે, પરંતુ નવા ઉમેરાયેલ 1927 ઉમેદવારોને માત્ર 14 દિવસ જ આપ્યા હતો. જ્યારે માર્ચમાં પાસ થયેલ 3342 ઉમેદવારો 5 મહિના અગાઉથી તૈયારી કરી રહ્યા છે. જેથી નવા ઉમેરાયેલ 1927 ઉમેદવારોએ માંગ કરી હતી કે, એમને પણ ઓછામાં ઓછો 2 મહિનાનો સમય તૈયારી માટે આપવામાં આવે જેથી સમાનતાના સિદ્ધાંતનું પાલન થાય.



