બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીએ સરકાર બનાવવા માટે એનડીએને સમર્થન આપ્યું છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નીતિશ કુમાર એનડીએમાં કિંગ મેકરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ લોકસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ બંને પક્ષોને 12-12 બેઠકો મળી છે. જેડીયુએ 16 અને ભાજપે 17 બેઠકો પર ચૂંટણી લડી હતી. વધુ નુકસાન ભાજપને થયું છે.
- Advertisement -
લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ પરિણામો પણ આવી ગયા છે અને બિહારમાં ફરી એકવાર પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. રાજકારણમાં પોસ્ટર વોર અવારનવાર જોવા મળે છે. ત્યારે રાજધાની પટનામાં એક પોસ્ટર લગાવવામાં આવ્યું છે, પોસ્ટર પર સીએમ નીતિશ કુમારની મોટી તસવીર લગાવવામાં આવી છે. તેની સાથે વાઘની તસવીર પણ લગાવવામાં આવી છે. આ પોસ્ટરમાં ઈખ નીતિશ કુમારને ટાઇગર તરીકે દર્શાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છેકે, આ પોસ્ટરમાં ‘ટાઇગર જીંદા હૈ’ લખાણ લખ્યુ છે.
સવાલ એ ઉઠી રહ્યો છે કે આ પોસ્ટર લગાવીને કોને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આ પોસ્ટર પટનાના કોતવાલી પોલીસ સ્ટેશન પાસે લગાવવામાં આવ્યું છે. પોસ્ટર પર જે વ્યક્તિએ તેને લગાવ્યું છે તેનું નામ સોના સિંહ લખવામાં આવ્યું છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીએ સરકાર બનાવવા માટે એનડીએને સમર્થન આપ્યું છે. આ દરમિયાન, નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ પલટવાર કરી શકે છે તે મુદ્દે રાજકારણ ગરમાયું છે. તેની પાછળનું કારણ એ છે કે, એનડીએમાં સૌથી મોટી પાર્ટી ભાજપ છે પરંતુ તેના પછી ટીડીપી અને જેડીયુ આવે છે. આવી સ્થિતિમાં ચર્ચા છે કે આ બંને નેતાઓ ગઉઅ છોડી શકે છે. જો આમ થશે તો ભાજપને સરકાર બનાવવી મુશ્કેલ થઈ શકે છે.