ઇન્ડિયન પોસ્ટ ઓફિસે એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, આથી ભારતીય ટપાલ વિભાગના માનવંતા ખાતા ધારકોને જણાવવાનું કે, ભારત સરકારના હુકમ નં. 13/2019 તારીખ 12-12-2019 અનુસાર પોસ્ટ બચત ખાતા ધારકે, પોતાના બચત ખાતામાં લઘુત્તમ જમા રાશિ રૂપિયા 500/- જાળવી રાખવી આવશ્યક છે. જો તેમ નહીં કરવામાં આવે તો, વાર્ષિક રૂપિયા 118/- (100/- સર્વિસ ચાર્જ + 18/- જીએસટી) મેઈન્ટેનન્સ (નિભાવણી) ચાર્જ તરીકે આપના ખાતામાંથી ઓટો ડેબિટ (Auto Debit)ની સુવિધા મારફતે કાપવામાં/વસુલવામાં આવશે અને ત્યારબાદ ખાતામાં જ્યારે શૂન્ય (ઝીરો) બેલેન્સ થશે ત્યારે આપનું ખાતું આપોઆપ બંધ થઈ જશે.
આથી, આપના બચત ખાતા સંબંધિત લેવડ – દેવડના વ્યવહાર અંગે કોઈપણ અગવડતા અથવા સમસ્યા ન ઉદભવે તે હેતુથી બચત ખાતામાં ઓછામાં ઓછું 500/- રૂપિયા બેલેન્સ રાખવું આવશ્યક છે. જેની તમામ બચત ખાતા ધારકોએ નોંધ લેવી. તેમ સિનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.