ગોકળગતિએ ચાલતાં બાળકોના રસીકરણ અભિયાનમાં બ્રેક લાગવાની શક્યતા
બોર્ડની પરિક્ષાને લઈ બાળકોનું રસીકરણ અટકી શકે છે
- Advertisement -
વાલીઓમાં રસીકરણ અંગે સુસ્તતા
12 થી 14 વર્ષના રાજકોટ શહેરનાં 62,000 અને જિલ્લામાં 65,000 બાળકોને રસી આપવાનો ટાર્ગેટ
કોરોનાને બ્રેક લગાવવા માટે યુવાનો અને વયોવૃધ્ધ લોકોનાં રસીકરણ અભિયાનને પૂરજોશ સાથે ચલાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં 16 માર્ચના 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં મહાનગરપાલિકા વિસ્તારમાં બે હજાર જ્યારે ગ્રામ્ય કક્ષાએ આઠ હજાર મળીને અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં દસ હજાર જેટલા બાળકોને રસીકરણનો પ્રથમ ડોઝ આપીને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પરંતુ બાળકોનું રસીકરણ અભિયાન ગોકળગતિએ ચાલુ છે. ત્યારે બાળકોના રસીકરણ અભિયાનમાં બ્રેક લાગવાની સંભાવના છે.
- Advertisement -
ટૂંક સમયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષા છે. બોર્ડની પરિક્ષાને લઈ શાળાઓમાં વેકેશન જાહેર થતાં બાળકોના રસીકરણની કામગીરી બંધ થવાની અથવા ધીમી પડવાની શક્યતાઓ રહેલી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં 55 હજાર બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક છે. હાલમાં શાળાઓમાં પરિક્ષાઓ ચાલી રહી છે. જેને લઈને પણ રસીકરણમાં જોઈએ એવી ગતિ આવી શકી નથી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં 12 થી 14 વર્ષના શહેરના 62,000 અને જિલ્લાના અંદાજીત 65,000 બાળકોને કોરોના અટકાયત માટેની કોરબીવેકસ રસી આપવાનો ટાર્ગેટ છે. જે અન્વયે ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર, 12 સામુહિક આરોગ્ય કેન્દ્રો અને 5 સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટમાં રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે શહેરમાં 2,869 અને જિલ્લામાં 4,220 બાળકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.