જૂનાગઢના ગાંધીગ્રામમાંથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયાના માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મેહતાની સૂચના અનુસાર જિલ્લામાં ચાલતી ગેરકાયદે દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા આદેશ અપાતા ક્રાઇમ બ્રાન્ચ જે.જે.પટેલ અને પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે ગાંધીગ્રામ વિસ્તારના લીરબાઇપરામાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા ઈંગ્લીશ દારૂનો મસ મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
- Advertisement -
પોલીસ પ્રાપ્ત વિગત પ્રમાણે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ લીરબાઇપરામાં રહેતા લાખા પરબત કોડીયાતરે ભાડે આપેલ મકાનના ઢાળીયામાં વિદેશ દારૂનો જથ્થો અન્ય રાજ્ય માંથી મંગાવી રાખવામાં આવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ તથા પોલીસ સ્ટફનાઇંદ્રજીતસિંહ ઝાલા, અઝાદસિંહ સીસોદીયા તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફને સંયુક્ત હકીકતના આધારે રેઇડ કરી હતી અને દારૂ સગેવગે થાય તે પેહલા પોલીસે ઈંગ્લીશ દારૂની પેટી નંગ – 143 સાથે બોટલ નંગ 1716ની કિંમત રૂ.6,86,400 નો જથ્થો ઝડપી પાડ્યો હતો જયારે દારૂની રેઇડ દરમિયાન આરોપી લાખા પરબત કોડીયાતરની તપાસ કરતા હાજર નહિ મળી આવતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.જયારે દારૂનો જથ્થો મંગાવનાર આરોપી લાખા પરબત કોડીયાતર સામે અગાઉ પણ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં 11 ગુનાહ દાખલ થયેલ છે ત્યારે પોલીસે વધુ એક પ્રોહિબિશનનો ગુનોહ સી.ડિવિઝનમાં દાખલ કરીને આરોપીની શોધખોળ શરુ કરી છે.