સરકારી યોજના હેઠળ બોકસાઈટની ચોરી અને કરોડોની કાળી કમાણીનો ભંડાફોડ!
પોરબંદર ખાણ-ખનીજ વિભાગના કર્મચારીની ખનીજ ચોરીમાં સંડોવણી
આખરે કોણ છે એ ખાણ ખનીજ વિભાગનો કર્મચારી કે જે ખનીજચોરી કરી રાતોરાત બની ગયો કરોડપતિ
પોરબંદરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ મામલે હવે પછી થશે અનેક ઘટસ્ફોટ..
જોતા રહો ખાસ-ખબર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર અને દ્વારકા જિલ્લામાં સરકારની નજરે ઘુળ નાખીને બોકસાઈટ અને લાઈમસ્ટોન ખનીજની ગેરકાયદેસર ચોરીને અજામ આપતો ખનીજમાફિયાઓનો ગજબનો કૌભાંડ ઊઘડ્યો છે. હર્ષદ પંથકમાં બોકસાઈટ ચોરી અને તેને વેચવાના મામલે કરોડોની હેરફેર થઈ રહી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલો ખાસ કરીને સુજલામ-સુફ્લામ યોજના સાથે સંકળાયેલ છે, જ્યાં આ ખનીજચોરો હજારો ટન હાઈગ્રેડ બોકસાઈટ ને સરકારની જમીનમાંથી ખોદી કાઢીને તેનું ગેરકાયદેસર વેચાણ કર્યું છે. કૌભાંડની સુત્રધાર એવા ખાણમાફિયા અને ખાણખનિજ ખાતાના અધિકારીઓ વચ્ચેની ગાઢ સેટીંગ ખુલ્લી પડી છે.
કોઈપણ પ્રકારના કાયદાના ભય વિના, આ ખનીજ ચોરો છેલ્લા આઠ વર્ષથી રાજકીય પીઠબળ સાથે બેફામ ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે. રાતડી ગામ, જે લાઈમસ્ટોનની ગેરકાયદેસર ખાણો માટે કૂખ્યાત છે, ત્યાં સરકારની આ યોજનાના નામે ગેરકાયદેસર રીતે સરકારી તળાવમાંથી બોકસાઈટ ખોદી તે ચાલતી ખાણોમાં ઠાલવીને કરોડોની કમાણી કરાય છે.
- Advertisement -
મળતી માહિતી પ્રમાણે, હર્ષદ અને દયાપાર ગામોમાં ખાણમાફિયાઓ અને રાજ્યના ખાણખનિજ અધિકારીઓની છેતરપીંડીની વાતોથી ખાણખનિજ ખાતાનું ચહેરું નંગું થયું છે. ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ પણ ચકાસણી કરવામાં આવશે તો ખનન માફિયાઓનું મોટા પાયે કૌભાંડ ખુલ્લું પડી જશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ખનીજ ચોરીમાં ન માત્ર ખાણ ખનીજનો સ્ટાફ, પરંતુ ખાનગી લીઝ ધારકો પણ સંડોવાયેલા છે. આ કૌભાંડના મુખ્ય ખેલાડીઓ પૈકી ખાણખનિજ ખાતાનો એક ક્લાર્ક, પોરબંદરના આગેવાનો, ગામના અન્ય શખ્સો, ભૂસ્તરવિભાગના અધિકારીઓ તેમજ કેટલાક “ફીક્સરો”નો સમાવેશ થાય છે.
આ માફિયાઓ દરરોજ લાખો રૂપિયાનો બોકસાઈટ ચોરીને વિદેશી બજારોમાં ઊંચા ભાવે વેચી રહ્યા છે. અત્યારે જે પ્રક્રિયા યુનિટ ચાલે છે તે લીઝ પણ ખાનીજમાફિયાઓના નામે નથી. માત્ર વીસ દિવસમાં પાંચ લાખનો હપ્તો નક્કી કરીને બોકસાઈટનો ગેરકાયદેસર વેપાર ધમધમી રહ્યો છે. તંત્ર દ્વારા જો વહેલી તકે પગલાં ન લેવાય, તો આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ આગામી વર્ષોમાં પોરબંદર અને દ્વારકા જિલ્લાના ખનિજ ભંડારને ખતમ કરીને સરકારના ખજાનાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.



