રાજકીય રાગદ્વેષ કે પછી અંગત કારણોસર તોડફોડ કરવામાં આવી તેને લઈને શહેરભરમાં ચર્ચા..
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
તાજેતરમાં જ જામનગરમાં એક વકીલની છરીના ઘા ઝીંકી સરાજાહેર હત્યા નીપજાવવામાં આવી હતી જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા હતા જે મામલે હજુ થોડા દિવસો જ થયાં છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે પોરબંદર શહેરના ઓડદર નજીક આવેલ એડવોકેટ જગદીશ માધવ મોતીવરસની પત્નીના માલિકીના દાદીમાં નું દેશી ભાણું નામની રેસ્ટોરન્ટમાં વિકમ લખું સહિતની ટોળકી ઘુસી ગઈ હતી જ્યારે રેસ્ટોરન્ટના વોચમેન રાજાભાઈએ રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું છે તેવું કહેતા તેમની સાથે બોલાચાલી કરી સ્થળ પરથી નાશી ગયા હતા ત્યાર બાદ મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના આસપાસ આ ટોળકી પ્રાણઘાતક હથિયારો લઈ ઘસી આવી હતી અને રેસ્ટોરન્ટમાં આશરે દોઢક કલાક સુધી ધમાલ મચાવી તોડફોડ કરી રેસ્ટોરન્ટના ગેટ, કુંડા સહિતની ચીજ-વસ્તુઓમાં નુકશાની પહોંચાડી આ ગુનાના સાહેદ વોચમેન રાજાભાઈ તથા રેસ્ટોરન્ટના વેઈટર વિશાલને ઢીકાપાટું ,ધોકા વડે માર મારી તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી જગદીશ માધવ મોતીવરસ (એડવોકેટ) તથા બન્ને સાહેદોને ભૂંડી ગાળો આપી તેમની મિલકતમાં નુકશાની પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે.
એડવોકેટ જગદીશ માધવ મોતીવરસએ હાર્બર મરીન પોલીસ મથકમાં આરોપી વિકમ લખું,હિતેશ, રાજવીર,રણીયો,વનરાજ તથા એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે. હાર્બર મરીન પોલીસે ઈંઙઈ કલમ 143, 147, 148, 149, 323, 427, 504, 506(2) જી.પી એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે તો શહેરભરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તાજેતરમાં જ એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને કોંગ્રેસ વિધાનસભાની ટીકીટ વકીલ જગદીશ માધવ મોતીવરસને ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જ્યારે આ હુમલા પાછળ શું રહસ્યમય કારણ છે તે તો નજીકના દિવસોમાં બહાર આવે તેમ છે