ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
એક મહત્ત્વપૂર્ણ કૌભાંડમાં, પોરબંદર પાણી પુરવઠા બોર્ડના ત્રણ કર્મચારીઓને લાંચ લેતા એન્ટી-કોરપ્શન બ્યુરો (અઈઇ) દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ આ ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી ચાલુ છે.
- Advertisement -
આ કૌભાંડમાં સામેલ થયેલા કર્મચારીઓમાં સહાયક ઇજનેર દીપ્તિબેન થાનકી, રોજમદાર મશરીભાઈ કરંગીયા અને દિપક સોલંકીનો સમાવેશ થાય છે. અઈઇના સૂત્રો અનુસાર, એક છટકું ગોઠવી આ અધિકારીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપવામાં આવ્યા હતા. ત્યારબાદ અઈઇ દ્વારા આ ત્રણેય સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે અને વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ઘટનાના પગલે પોરબંદર પાણી પુરવઠા બોર્ડે તાત્કાલિક અસરથી સંકળાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. હાલમાં, દિપક સોલંકી અને મશરીભાઈ કરંગીયા જામીન પર મુક્ત થયા છે, જ્યારે દીપ્તિબેન થાનકીની જામીન અરજી હજી પેન્ડિંગ છે.વધુ શિસ્તલક્ષી પગલાં હેઠળ દિપક સોલંકીને માણાવદર પાણી પુરવઠા બોર્ડ કચેરીમાં અને મશરીભાઈ કરંગીયાને જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે.