ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.30
કુતિયાણામાં યોજાયેલા જિલ્લા કક્ષાના 76માં પ્રજાસતાક પર્વ નિમિત્તે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અગ્રેસર કામગીરી બદલ પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ભૂમિબેન બઢને વિશેષ સન્માન આપવામાં આવ્યું. જિલ્લા કક્ષાએ પ્રજાસતાક પર્વની ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી, જેમાં વિશિષ્ટ કામગીરી બજાવનાર અધિકારીઓ, કર્મચારીઓ, રમતવીરો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા. નાયબ મામલતદાર ભૂમિબેન બઢ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સુસંગત આયોજન અને ઝડપી કામગીરી કરવામાં આવી હતી, જેની પ્રશંસાની નોંધ લઇ જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસહ જાડેજા અને નિવાસી અધિક કલેક્ટર વદર સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રશંસાપત્ર એનાયત કરી તેમનું સન્માન કર્યું. આમ, કુદરતી આપત્તિ સમયે તટસ્થતા અને કાર્યદક્ષતા દર્શાવનારા અધિકારીઓ માટે ભૂમિબેન બઢ એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યા છે.
પોરબંદર : ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઉત્તમ કામગીરી બદલ નાયબ મામલતદાર ભૂમિબેન બઢનું સન્માન



