ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
આગામી જન્માષ્ટમી મેળા-મહોત્સવ તથા 15મી ઑગસ્ટના રાષ્ટ્રીય પર્વને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત જળવાઈ રહે અને નાગરિકો તહેવારો સુરક્ષિત રીતે ઉજવી શકે તે હેતુથી પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ ભગીરથસિંહ જાડેજાના સુચનાથી અને ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પો.ઇન્સ. ડી.જી. ગોહીલ અને તેમના સ્ટાફ દ્વારા સમગ્ર ઓપરેશન અમલમાં મૂકાયું હતું. આ કોમ્બીંગ અભિયાન દરમિયાન એમ.સી.આર., ટપોરી, અસામાજિક તત્વો, બુટલેગરો, હિસ્ટ્રીશીટરો તેમજ લારી-ગલ્લા કે અડીંગા વિસ્તારમાં ભેગા થનાર અસામાજિક ઇસમોને લક્ષ્યમાં લઈ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમજ અવાવરૂ જગ્યાઓ અને શંકાસ્પદ સ્થળોએ પણ તપાસ હાથ ધરાઈ હતી.અતિરિક્ત રૂપે શહેરના વિવિધ સ્થળો પર વાહનચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો તથા પ્રોહીબિશન હેઠળના કબ્જા કેસો સફળતાપૂર્વક નોંધવામાં આવ્યા હતા.
- Advertisement -
આ સમગ્ર કામગીરી ડીવાયએસપી સુરજીત મહેડુ, પો.ઇન્સ. ડી.જી. ગોહીલ, પીએસઆઈ એ.બી. દેસાઈ, પી.એચ. ઝાલા તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સંકલિત રીતે અમલમાં મૂકી કાયદો-વ્યવસ્થાની સજાગતા દર્શાવાઈ હતી.