કૉંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની સતત બીજી વખત હાર
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.5
- Advertisement -
લોકસભા 2024ના પરિણામોને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદરમાં આ વખતે એકી સાથે ત્રણ ચૂંટણી સાથે યોજાઇ છે અને સાથે જ તેના આજે પરિણામો જાહેર થયા છે. પોરબંદર લોકસભા, વિધાનસભા પેટા ચૂંટણી અને માણાવદ2 વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોની ઐતિહાસિક જીત થઈ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની પોરબંદર બેઠક ઉપર રેકોર્ડ બ્રેક જીત થતા કાર્યકરોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદર લોકસભા બેઠક પર માંડવિયાની જીતને લઇ ખુશી જોવા મળી રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઐતિહાસિક 3 લાખ 80 હજારની ભારે લીડ સાથે પોરબંદર બેઠક ઉપર વિજેતા થયા છે. ત્યારે પોરબંદરના વિકાસ માટેની ઉજળી તકો રહેશે તેવુ પણ લોકો માની રહ્યા છે પો2બંદ2 ભાજપના આગેવાનોએ મનસુખ માંડવિયાને જીતની શુભેચ્છા પાઠવી હતી.
પોરબંદર લોકસભા બેઠક ઉપર આ વખતે ભાજપે મનસુખ માંડવીને મેદાને ઉતાર્યા હતા. જેની સામે કોંગ્રેસે લલિત વસોયાને મેદાને ઉતાર્યા હતા પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ની સતત લોકસભા ચૂંટણીની બીજી ટર્મમાં હાર થઈ છે.
લોકસભા ચૂંટણી – 2024 નું પોરબંદર બેઠકનું ચૂંટણીનું પરિણામ
- Advertisement -
ઉમેદવાર / પક્ષ – ભાજપ
મનસુખ માંડવીયા – 6,25,692
ઉમેદવાર/ પક્ષ – કોંગ્રેસ
લલીત વસોયા – 2,45,677
3,80,230 ની લીડ સાથે મનસુખભાઈ માંડવીયા જીત્યા
પોરબંદર લોકસભા ચૂંટણી તવારીખ
વર્ષ જીતેલ ઉમેદવાર પક્ષ લીડ
1977 -ધરમશી પટેલ ભારતીય લોક દળ -24429
1980- માલદેજી ઓડેદરા કોંગ્રેસ -60308
1984 -ભરત ઓડેદરા કોંગ્રેસ -77951
1989 -બળવંત મણવર જનતા દળ -67369
1991 -હરિભાઈ પટેલ ભાજપ -79049
1996 -ગોરધન જાવીયા ભાજપ -75000
1998- ગોરધન જાવીયા ભાજપ -127288
1999 -ગોરધન જાવીયા ભાજપ -101360
2004 -હરિભાઈ પટેલ ભાજપ -5703
2009 -વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ -39503
2014 -વિઠ્ઠલ રાદડિયા ભાજપ -267971
2019 -રમેશ ધડુંક ભાજપ -229823
2024 -મનસુખ માંડવીયા ભાજપ -380285