રાણાવાવ પોલીસ સ્ટેશનના ડંડકડી નેસમાં બનેલી ઘટના
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
રાણાવાવ પોલીસ સ્ટેશનના ડંડકડી નેશમાં મરણ જનાર રામા ઉર્ફે પવન અરજનભાઇ કટારા (ઉ.વ.45)ની હત્યાના આરોપીને પોરબંદર એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ) દ્વારા ગણતરીના દિવસોમાં પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ હત્યાની ઘટના ગઇ તા. 13/06/2024ના રોજ ઘટી હતી. ફરીયાદી અરજનભાઇ લાખાભાઇ કટારાએ જણાવ્યું હતું કે તેના મોટો દિકરો જગા અરજનભાઇ કટારા (ઉ.વ.50)એ પોતાના નાના ભાઈ રામા કટારા સાથે થયેલા ઝગડામાં લાકડી વડે ઘા મારીને તેની હત્યા કરી હતી.
આ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ઈંઙઈ કલમ 302 અને જી.પી.એકટ કલમ 135 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. એલ.સી.બી., એસ.ઓ.જી., પરોલ ફર્લો સ્ક્વોડ અને રાણાવાવ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી.તપાસ દરમ્યાન ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળતાં એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ ગોવિંદભાઇ મકવાણા અને પો.કોન્સ. દુલાભાઇ ઓડેદરાને ખંભાળા ગામના પાટીયા પાસે રાહ જોવામાં ગોઠવવામાં આવ્યા. સદર આરોપી ત્યાંથી નિકળતાં જ તેને પકડી પાડવામાં આવ્યો.