ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બખરલા ગામ નજીકથી પોરબંદર કઈઇ (લોકિલ ક્રાઇમ બ્રાન્ચ) એ 600 લીટર દેશી દારૂ અને મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં દારૂ અને જુગારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબુદ કરવા માટે ચલાવાયેલી ઝુંબેશ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન કઈઇ ઈં/ઈ ઙઈં આર.કે. કાંબરીયા, અજઈં બટુકભાઇ વિંઝુડા, અને કઈઇ સ્ટાફના માણસો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી.
- Advertisement -
કઈઇ સ્ટાફના ઇંઈ હિમાંશુ મક્કા તથા ઙઈ નટવર ઓડેદરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે, બખરલા ગામની શાળાની સામે આદેશીએ 600 લીટર દારૂ ભરેલી મહિન્દ્રા સ્કોર્પિયો કાર (નં. ૠઉં-18અઈ-2323) સાથે નાથા લખમણભાઇ ગુરગુટીયા (ઉ.વ. 26, રહે. જાંબુવંતની ગુફા, રાણાવાવ) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં બીજો આરોપી, ’બાપુ’ તરીકે ઓળખાતો શખ્સ, હજુ પકડાયો નથી. બાપુ મો.નં. 9879140748 ઉપર સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. પકડાયેલ દારૂની કીમત અંદાજે 12,000 રૂપિયા છે અને સાથે જપ્ત કરવામાં આવેલ સ્કોર્પિયો કારની કીમત 2,00,000 રૂપિયા છે.