ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
પોરબંદર શહેરની પરિશ્રમ સોસાયટી વિસ્તારના એસ.બી.આઈ કોલોની બાલવી પાન પાછળ રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેંચાણ કરતાં હોવાની પોરબંદર જ.ઘ.ૠ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રવિ ચાંઉ,મોહિત ગોરાણીયાને સંયુક્ત બાતમી મળી હતી જે બાતમીના આધારે જ.ઘ.ૠ ના સ્ટાફે દરોડો પાડતા સાબિર પોલાભાઈ નાઈ ઉ.વ – 26 રહે. પરિશ્રમ સોસાયટી બાલવી પાન પાછળ પોરબંદર, કાસમ ઈસાક ચાવડા ઉ.વ – 47 રહે.રાણાવાવ તથા મિલન મનુભાઈ ભટ્ટ ઉ.વ – 30 રહે.નવાપરા છાંયા પોરબંદર આમ ત્રણેય આરોપી ન.1 ના રહેણાંક મકાનેથી એક થેલીમાં લીલાસ પડતા ભૂખરા કલરના સૂકાપાંદડા, ડાળખા અને બી વાળો વિશિષ્ટ વાસ વાળો ગાંજો વજન 1 કિલો 64 ગ્રામ કી.રૂ.10,640 તથા કુલ મુદ્દામાલ 16,640 સાથે આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ મથકે S0G એક્ટ – 1985 ની કલમ 8(ઈ),20(ઇ),(2-ઇ),29 મુજબની કલમો હેઠળ ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે
- Advertisement -
જે સમગ્ર કામગીરીમાં પી.આઈકે.એમ.પ્રિયદર્શી,પી.એસ.આઈ પી.ડી.જાદવ,આર.પી.ચુડાસમા તથા હેડ.કોન્સ્ટેબલ રવિ ચાંઉ, મોહિત ગોરાણીયા,હરદાસ ગરચર, ભરતસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભીમા ઓડેદરા વગેરે જઘૠ ના સ્ટાફે કામગીરી હાથ ધરી હતી.