અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો
2000 કરોડનું ડ્રગ્સ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડવાનો મામલો સામે આવ્યો છે. જેમાં 3132 કિલો ડ્રગ્સનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. ગઈઇ, ગુજરાત અઝજ તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કુલ અલગ અલગ ત્રણ પ્રકારનાં ડ્રગ્સ મળી આવ્યાં છે. ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી છે. ગતરાત્રિથી પોરબંદર જઘૠ ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રગ્સના જથ્થાની ગણતરીની કામગીરી થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી ગઈઇ, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યાં હતા.
ગીર સોમનાથ પોલીસે વેરાવળના સમુદ્ર કાંઠે ઊતરેલા 350 કરોડ રૂપિયાના ડ્રગ્સને ઝડપી લીધું હોવાની ઘટનાને હજુ આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો થયા છે ત્યાં મંગળવારે ચોક્કસ ટિપ મળ્યા બાદ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોટને ઝડપી પાડવામાં આવી હતી. ગુજરાત અઝજ, નેવી અને ગઈઇના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ દબોચી લેવામાં આવ્યા છે. તેમને પોરબંદર લાવીને મોડી રાત્રે ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય દરિયાઈ સીમા પરથી 3132 કિલો ડ્રગ્સ જપ્ત કરાવામાં આવ્યું હોવાની વિગતો છે. આ ડ્રગ્સની કિંમત 2000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત એટીએસ તથા એનસીબીએ નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાવતી ઈરાની બોટ પકડી પાડી હતી, જેની તલાશી લેવામાં આવતા તેમાંથી 3000 કિલો કરતાં વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર 5 પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા.
ભારતીય દરિયાઈ સીમામાં ગત મોડી સાંજે દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(ગઈઇ), ગુજરાત અઝજ અને અન્ય સેન્ટ્રલ એજન્સીએ ભેગા મળીને 3132 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એજન્સીના સંયુક્ત ઓપરેશનમાં ઈરાનથી આવતી બોટમાં ત્રણ શકમંદો ચરસ અને અન્ય ડ્રગ લઈને આવતા હતા. જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાતી અઝજના અધિકારીઓએ બોટને આંતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું.
અમિત શાહે ટ્વીટ કરીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં
કરોડો રુપિયાનું ડ્રગ્સ જપ્ત થવા મામલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રગ્સ ફ્રી ભારતના વિઝનને સફળ બનાવી આપણી એજન્સીઓએ વિદેશમાંથી ઘુસાડવામાં આવેલા ડ્રગ્સના મોટા જથ્થાને જપ્ત કર્યો છે. ગઈઇ, નેવી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આટલા મોટાપાયે ડ્રગ્સ જપ્ત કરવાની ઘટના સરકારના ડ્રગ્સ ફ્રી ભારત અભિયાનની પ્રતિબદ્ધતાને દર્શાવી રહી છે. આ માટે હું ગઈઇ, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવું છું.