ભારતીય જનતા પાર્ટીના 2047ના વિઝન ઉપર થઈ મહત્વ ની ચર્ચાઓ
ભારતીય જનતા પાર્ટી ના ઇતિહાસ ને લગતી ફિલ્મ પ્રદર્શિત થઈ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
રાષ્ટ્રવાદ અને જનસેવાના સંકલ્પને ચરિતાર્થ કરતી ભારતીય જનતા પાર્ટીના 46 માં સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં “પોરબંદર જિલ્લા ભાજપ સક્રિય સદસ્ય સંમેલન નું આયોજન બિરલા હોલ ખાતે કરવામાં આવેલ હતું.
સંમેલનમાં કેશોદના પૂર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં જિલ્લા ભાજપના આગેવાનો, મંડળ પ્રમુખ સહિત હોદેદારો, કાર્યકરો તથા 735 થી વધુ સક્રિય સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસો માં યોજાનાર કાર્યક્રમો અને કામગીરીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. તેમજ પાર્ટી 2047 ના વિઝન ને નજર સમક્ષ રાખી ને કય રીતે આગળ વધી રહી છે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અને ઉપસ્થિત સક્રિય સભ્યો ને આગામી કાર્યક્રમો માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસને લગતી શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપના મહામંત્રીઓ અશોકભાઈ મોઢા, ખીમજીભાઇ મોતીવરસ, નિલેશભાઈ મોરી સહિતના આગેવાનો,કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.