આયોજન અંગે નાગરિકોમાં અસમંજસનું વાતાવરણ : સિઝન પાસ લીધેલા ખેલૈયાઓમાં ગુસ્સો : નિયમોના લીધે રાસગરબા અટક્યા
લોકોની સલામતીને ધ્યાને લઈ નિયમો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે: ફાયર વિભાગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવરાત્રીના આયોજનને લઈ શહેરમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ પોરબંદરનો થનગનાટ રાસોત્સવ આ વખતે વિવાદમાં આવી ગયો છે. કારણ એ છે કે હજુ સુધી આ રાસોત્સવ માટે જરૂરી ફાયર ગઘઈ ફાયર વિભાગ તરફથી અપાયું નથી.
નિયમ મુજબ, કોઈપણ જાહેર આયોજન કે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે, તે માટે ફાયર સેફ્ટી મંજૂરી ફરજિયાત છે. આજથી શરૂ થતી નવરાત્રિનો પ્રથમ દિવસ છતાં મંજૂરી ન મળતાં આયોજકો સહિત નાગરિકોમાં પણ અસમંજસ અને ચિંતાનું વાતાવરણ છવાયું છે. શહેરમાં ચર્ચા છે કે જો ફાયર ગઘઈ મેળવવામાં વધુ વિલંબ થશે તો આયોજકોને આયોજનની તારીખોમાં ફેરફાર કરવો પડી શકે છે, અથવા તો આખું આયોજન અટકાવવાનો વારો આવી શકે છે. બીજી તરફ આયોજકોનો દાવો છે કે તેઓએ તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરી દીધા છે અને મંજૂરી વહેલી તકે મળી જશે એવી આશા છે. ફાયર વિભાગના સૂત્રો મુજબ, સુરક્ષાના ધોરણો અનુસાર તમામ વ્યવસ્થાની ચકાસણી કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે. નાગરિકોની સલામતી અમારી પ્રથમ પ્રાથમિકતા છે, એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું. હાલમાં પોરબંદરના લોકો રાહ જોઈ રહ્યા છે કે થનગનાટ રાસોત્સવ વિવાદમાંથી બહાર આવી શકશે કે નહીં અને આ વર્ષે રાસગરબા થનગનાટ સાથે યોજાશે કે નહીં.
પોરબંદર : ફાયર NOC તથા નિયમોમાં કોઈ પ્રકારની છૂટછાટ નહીં, જિલ્લા તંત્ર આકરા મૂડમાં
- Advertisement -
પોરબંદર જિલ્લામાં આવતા નવરાત્રી મહોત્સવોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહિવટી તંત્ર અને ફાયર વિભાગ ચુસ્ત થઈ ગયું છે. ફાયર ગઘઈ તથા સલામતીના નિયમોને લઈને તંત્રએ આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે, કોઈપણ નાની કે મોટી ઘટના ન બને તે માટે નિયમોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે. અધિકારીએ જણાવ્યું હતું કે, નવરાત્રી જેવા જાહેર આયોજનો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે.
આવા પ્રસંગે સલામતી સૌથી અગત્યનો મુદ્દો છે. તેથી કોઈપણ આયોજક દ્વારા નિયમોમાં છૂટછાટ કે બેદરકારી સહન કરવામાં નહીં આવે. જરૂરી પ્રમાણપત્રો (NOC) મેળવ્યા વિના કાર્યક્રમો યોજવા પર કડક કાયદેસર પગલાં લેવામાં આવશે. ફાયર વિભાગ તરફથી પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ પંડાલોમાં ફાયર સેફ્ટી સાધનો, ઇમરજન્સી ગેટ, વીજળીના કનેક્શન માટે લાઈસન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. નિયમોના ભંગે સીધી કાર્યવાહી કરવામાં આવશે. જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આયોજકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક જરૂરી કાર્યવાહી પૂર્ણ કરે અને પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કાર્યક્રમો યોજે.
નવરાત્રિ પૂર્વે સલામતી અંગે કડકાઈ – જાહેર આયોજકોને સ્પષ્ટ સૂચના
ફાયર ગઘઈ મેળવવા માટે જરૂરી નિયમો
આયોજકોને સ્થળનો નકશો, સ્ટેજ-ડોમનું માપ અને ડિઝાઈન
રજૂ કરવી ફરજિયાત.
બે ઈમરજન્સી એક્ઝિટ ગેટ હોવા જરૂરી.
ઇલેક્ટ્રિકલ વાયરિંગ માન્ય લાઈસન્સ ધરાવતા ઈલેક્ટ્રિશિયન દ્વારા જ કરાવવું.
ડોમ નીચે રેતીનો બેઝ ફરજિયાત.
આગ લાગવા પર ઉપયોગી થાય એવા અગ્નિશામક સિલિન્ડર અને પાણીની વ્યવસ્થા.
પોલીસ તથા મ્યુનિસિપલ પરવાનગી બાદ જ ફાયર વિભાગ અંતિમ મંજૂરી આપે છે.



