જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં આયોજન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર બી.આર.સી. ભવન ખાતે પ્રાથમિક શિક્ષકોનો વધ-ઘટ બદલી કેમ્પ યોજવામાં આવ્યો હતો. મુખ્ય શિક્ષકોનો વહીવટી બદલી કેમ્પ જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.પોરબંદર જિલ્લાના 13 પ્રાથમિક શિક્ષકો અને 10 મુખ્ય શિક્ષકોની વધ બદલી કરવામાં આવી હતી.
- Advertisement -
આ વધ બદલી કેમ્પ પારદર્શકતા સાથે નિયમોનુસાર યોજાયો હતો. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રિદ્ધિબેન ખુંટી, જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમાર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ, જિલ્લા શૈક્ષિક મહાસંઘ, મુખ્ય શિક્ષક એચ. ટાટા સંઘના હોદ્દેદારો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કેમ્પને સફળ બનાવવા જિલ્લા પંચાયત વહીવટી સ્ટાફ તેમજ બી.આર.સી. ભવનના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.



