કુખ્યાત રમેશ છેલ્લાણા એન્ડ ગેંગ સામે પોરબંદર પોલીસે જિલ્લામાં પ્રથમ વખત GUJCTOC નું શસ્ત્ર ઉગામ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.11
પોરબંદર જીલ્લામાં સંગઠીત ગુન્હા આચરી ભયનું વાતાવરણ ફેલાવતી ટોળકીઓ પર વોચ રાખી આવી ટોળકીઓ વિરૂધ્ધમાં સખતમાં સખત પગલા લેવા સુચના અને માર્ગદર્શન મુજબ હાર્બર મરીન પો.સ્ટે. ગુ.ર.નં.પાર્ટ-એ-112180 18230417/2023 આઇ.પી.સી. કલમ-307, 4પ2, 143, 147, 148, 149, 323, 504, 506(2) તથા આર્મ્સ એકટ કલમ-25(1)બી એ. તથા જી.પી.એકટ કલમ-135 મુજબના ગુન્હાની તપાસ આર.કે.કાંબરીયા, ઈ/ચા પોલીસ ઇન્સપેક્ટર, એલ.સી.બી. પોરબંદરનાએ સંભાળી ગુન્હાના આરોપીઓને સત્વરે શોધી કાઢવા વ્યુહાત્મક આયોજન કરી અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને શોધીકાઢી પોરબંદર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ ગુન્હાઓના રેકર્ડ તપાસણી કરી ગુન્હાની તપાસ દરમ્યાન ત.ક.અ આર.કે.કાંબરીયા, ઇ/યા પોલીસ ઇન્સપેક્ટર, એલ.સી.બી. પોરબંદરનાએ ગુન્હાના રેકર્ડ આધારે દરખાસ્ત તૈયાર કરી હાર્બર મરીન પો.સ્ટે.માં નોંધાયેલ આઇ.પી.સી. ક.307 વિગેરે મુજબના ચાલુ તપાસ હેઠળના ગુન્હામાં ધી ગુજરાત કંન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (GUJCTOC) એકટ સને 2015 ની કલમ-3(1) ની પેટા કલમ-(2) તથા કલમ-3(2) તથા કલમ- 3(4) મુજબનો ઉમેરો થવા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબનાઓ દ્વારા મંજુરી મેળવી તા.15/12/2023 ના રોજ નામદાર કોર્ટમાં કલમ ઉમેરો કરી પોરબંદર જીલ્લામાં પ્રથમ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
- Advertisement -
આથી ગુજસીટોક કાયદા હેઠળ સચોટ તપાસ કરી કુલ-10 આરોપીઓને અટક કરી દિન-06 ના રીમાન્ડ મેળવી સધનપુછપરછ કરી છ મહીના જેટલા સમય દરમ્યાન આરોપીની પોરબંદર જીલ્લામાં અલગ-અલગ જગ્યાએ રહેલ સ્થાવર/જંગમ મિલ્કત ટાંચમાં લઇ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવેલ તેમજ તપાસ દરમ્યાન બે ફોરવ્હીલ કબ્જે કરવામાં આવેલ તેમજ તપાસ દરમ્યાન ગુન્હાના મુખ્ય આરોપી રમેશ ભીખાભાઈ છેલાણા પોતે ગેંગ લીડર તરીકેની ભુમી ભજવી પોરબંદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ધાક જમાવવા તેમજ ગુનાહિત વર્ચસ્વ સ્થાપિત કરવા પ્રાણઘાતક હથિયારો, લાકડી, કુહાડી તથા ધોકા જેવા હથિયાર સાથે રાખી સામાવાળાઓને ધાક બેસાડવા તેમજ આર્થિક લાભ મેળવવા સારૂ ખુન, ખુનની કોશીષ, બળજબરીથી કઢાવવું, પ્રાણધાતક હથિયાર સાથે ગૃહ પ્રવેશ. પ્રાણઘાતક હથિયાર સાથે જાહેરમાં પ્રદર્શન, રાયોટીંગ, મારામારી ધાક ધમકી તથા જાહેર વ્યવસ્થા ભંગ જેવા ગુનાહિત કૃત્યો કરી પોરબંદર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં આમ જનતામાં ભયનું વાતાવરણ ઉભું કરેલ છે. અને આ ગેંગના સભ્યો સંગઠીત ગુના આચરવામાં એકબીજાની મદદ કરે અને એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર અને મિલાપીપણા થી ગુના આચરે છે.
તેઓ વારંવાર ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ફેલાવતા હોવાનું તથા તેમના તેમના ભયના ઓથા તળે સામાન્ય નાગરીકો ડર અને દબાણમાં રહે છે અને આ કામના આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ કરતા પણ ડરતા હોવાથી તેમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલ તેમજ આ સંગઠીત ગુના આચરતી ટોળકી પોતે ગુજરાત રાજ્યમાં દારૂ બંધી હોવાનું જાણવા છતા ગેરકાયદેસર વિપુલ પ્રમાણમાં વેચાણ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ આયાત પરીવહન કરી વેચાણ કરી યુવાનોમાં નશાનું ધોર પ્રમાણ ફેલાવી બરબાદ કરી પોતાના તાબે કરવાની કોશીષ કરી અને ગુજરાત નશાબંધીના કાયદાનો ભંગ કરી સમાજના યુવા ધનને આડે રવાડે ચડાવી બરબાદ કરવાના મનશુબા ધરાવતા હોવાનું રેકર્ડ આધારે ફલીત થતા સંગઠીત ગુન્હા આચરતી ટોળકી વિરૂધ્ધમાં સખતમાં સખત કાર્યવાહી થાય તે સારૂ આશરે 3900 પેઇજનું ચાર્જશીટ તૈયાર કરી હતી તમામ આરોપીઓ વિરૂધ્ધ ધી ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (GUJCTOC) એકટ સને 2015 ની કલમ- 3(1) ની પેટા કલમ-(2) તથા કલમ-3(2) તથા કલમ-3(4) મુજબના ગુનાના કામે કુલ 163 સાહેદો તપાસી કુલ 3900 પેજનું ચાર્જશીટ દાખલ કરી દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવી હતી.