-હવે સંસદ ભવનમાં પણ તારાસિંહ બોલશે-હિન્દુસ્તાન જીંદાબાદ
સન્ની દેઓલ સ્ટારર ફિલ્મ ‘ગદર-2’આજકાલ બોકસ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હવે આ ફિલ્મ નવા સંસદ ભવનનાં ત્રણ દિવસ સુધી દર્શાવવામાં આવશે. આ ફિલ્મને લઈને એક નવુ અપડેટ બહાર આવ્યુ છે જે મેકર્સ માટે ખુશીની વાત છે. આ ફિલ્મનાં 25 ઓગસ્ટથી ત્રણ દિવસ સુધી નવા સંસદમાં શો ચાલશે.
- Advertisement -
જાણકારી મુજબ ફિલ્મ સંસદનાં 543 સભ્યોને દર્શાવવામાં આવશે.ફિલ્મનાં નિર્દેશક અનિલ શર્માની સંસદમાં સ્કીનીંગ થનારી પોતાની ફિલ્મ માટે રિએકટ કરી કહ્યું છે.અમને ફિલ્મની સ્ક્રીનીંગ માટે સંસદ તરફથી એક મેલ મળ્યો છે. જેને લઈને હું સન્માનિત અનુભવી રહ્યો છુ. અનિલ શર્માએ જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ પણ આ ફિલ્મ જુએ તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ બોકસ ઓફીસ પર સુપરહીટ સાબીત થઈ રહી છે.