આરોહી પટેલ, મોનલ ગજ્જર, ઈશા કંસારા અને યશ સોની , મયુર ચૌહાણ, જીગરદાન ગઢવી સહિતના એક્ટર્સે લગ્નના તમામ ફંક્શનમાં ધૂમ મચાવી: સોશ્યિલ મીડિયા પર ફોટા વાયરલ
ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નગ્રંથીથી જોડાયા છે.26 નવેમ્બર, 2024 ના રોજ મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ પોતાના લગ્નની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ખૂબ જ ધામધૂમથી કરવામાં આવેલા આ ગ્રાન્ડ વેડિંગમાં ઈન્ડસ્ટ્રીના કલાકારો પણ સામેલ થયા હતાં.
- Advertisement -
View this post on Instagram
આરોહી પટેલ, મોનલ ગજ્જર, ઈશા કંસારા અને યશ સોની, મયુર ચૌહાણ, જીગરદાન ગઢવી, સહિતના એક્ટર્સે લગ્નના તમામ ફંક્શનમાં ધૂમ મચાવી હતી. આ સાથે બધા જ મલ્હાર અને પૂજાને અભિનંદન પાઠવી રહ્યાં છે. મલ્હાર અને પૂજાએ સોશિયલ મીડિયા પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ ખૂબ આનંદ માણતા જોવા મળી રહ્યા છે. બંને કલાકારો એક સાથે બે સિરીઝમાં કામ પણ કરી ચૂક્યા છે. જેમાં વાત વાતમાં વેબ સિરીઝની અંદર બંનેએ સાથે કામ કર્યું હતું. સાથે જ વીર ઈશાનું સિમંત ફિલ્મ અને લગ્ન સ્પેશ્યલ ફિલ્મમાં પણ બંનેએ જોડે કામ કર્યું હતું.
- Advertisement -
લગ્નમાં પૂજા જોષીએ પાનેતર પહેર્યું હતું. જ્યારે મલ્હાર ઠાકર ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા.લગ્ન પહેલા બંનેની ગતરોજ હલ્દી સેરેમની પણ યોજાઈ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા કલાકારો અને ફિલ્મી સિતારાઓએ હાજરી આપી હતી. જેમાં સંગીતના તાલે સૌ કોઈ ઝૂમ્યા હતા.