ગઇકાલે શેરબજાર જોરદાર ઘટાડા સાથે બંધ થયું હતું અને આજે પણ ભારતીય શેરમાર્કેટની નબળી શરૂઆત થઈ છે.
શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગઇકાલે શેરબજાર જોરદાર ઘટાડા સાથે બંધ થયું હતું અને આજે શેર માર્કેટની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 80000 ની નીચે ખુલ્યો, તો નિફ્ટીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 299 પોઈન્ટના ઘટાડા સાથે 79921 પર ખુલ્યો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 93 અંકોના નુકસાન સાથે 24378 પર ખુલ્યો હતો. આજે નિફ્ટી પરના આઈટી ઈન્ડેક્સ સિવાય તમામ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી મોટો ઘટાડો ઓટો ઈન્ડેક્સમાં નોંધાયો હતો. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, અદાણી એન્ટ, એચડીએફસી બેન્કે નિફ્ટીમાં સૌથી વધુ વધારો નોંધાવ્યો હતો. જ્યારે, M&M, આઇશર મોટર્સ, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ, HULમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય શેરબજારમાં ગઇકાલે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 930 પોઈન્ટ અને નિફ્ટી 303 પોઈન્ટ ગગડીને બંધ થયા છે. ઘણા શેરોમાં 5% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઇકાલે આ ઘટાડાથી રોકાણકારોની રૂ.9 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયું હતું.
- Advertisement -